Get The App

અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો અકસ્માત, બેફામ કાર ઝાડમાં ઘૂસી જતાં યુવકનું મોત

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો અકસ્માત, બેફામ કાર ઝાડમાં ઘૂસી જતાં યુવકનું મોત 1 - image


Accident in Ahmedabad: અમદાવાદમાં વધતા અકસ્માત વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. વટવા GIDC રોડ પર સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા પૂરઝડપે કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારચાલક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.

સાસરીમાં પત્નીને લેવા જતી વખતે જ કાળ આંબી ગયો

મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં રહેતો 24 વર્ષીય આકાશ ગોસ્વામી ચાંગોદરની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આકાશની પત્ની હાલ બારેજડી ખાતે પોતાના પિયરમાં હતી. 12મી ફેબ્રુઆરીના રોજ આકાશ પોતાની કાર લઈને પત્નીને તેડવા માટે સાસરીમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન વટવા GIDC રોડ પરથી પસાર થતી વખતે કારની ગતિ ખૂબ જ વધારે હોવાથી આકાશે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે સીધી અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ગણતરીની સેકન્ડોમાં જ આકાશનું ગંભીર ઈજાઓને કારણે મોત નિપજ્યું હતું.

અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો અકસ્માત, બેફામ કાર ઝાડમાં ઘૂસી જતાં યુવકનું મોત 2 - image

આ પણ વાંચો: અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત, જાણો કોને કઈ જવાબદારી સોંપાઈ

યુવકના ત્રણ વર્ષ પહેલા જ થયા હતા લગ્ન

આ અકસ્માતે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. આકાશના લગ્ન હજુ ત્રણ વર્ષ પહેલા જ થયા હતા. 24 વર્ષના જુવાનજોધ દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. ગઈકાલે આકાશના ધાર્મિક રીતિ-રિવાજ મુજબ વેડા ગામ ખાતે તેની સમાધિ આપવામાં આવી હતી.