બીમાર માસુમ પુત્રી સાથે સાસરીમાં પરત આવતા પરિવારે પરિણીતાની ધોલાઈ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ત્રણ વર્ષના લગ્ન જીવનમાં સંયુક્ત પરિવારમાં રહેતી પરિણીતાને ડ્રાઇવર પતિ-સસરા, દાદા સસરા, દાદી સાસુ અને સાસુએ નજીવી બાબતે મેણા- ટોણા મારવાનું શરૂ કર્યું હતું. જેમાં સાસુ તારી માને તને કાંઈ શીખવાડેલ નથી તેમ કહીને વાત વાતમાં મેણા ટોણા મારતા હતા. પતિને બહારગામ જવાનું હોવાથી એક વર્ષની દીકરી સાથે પત્નીને પિયરમાં મૂકી આવ્યા બાદ પરત લેવા આવ્યો ન હતો. માસુમ પુત્રી બીમાર પડતા વારંવાર ફોન કરવા છતાં પણ પતિ પિયર માંથી લેવા આવ્યો ન હતો. જેથી પુત્રી સાથે માતા સાસરીમાં પરત આવી જતા સંયુક્ત પરિવારના ઉશ્કેરાયેલા તમામ સાસરીયાએ ભેગા મળીને પુત્રવધુની ધોલધપાટ કરીને અશ્લીલ ગાળો આપી માથાના વાળ ખેંચતા ઇજાગ્રસ્ત પરિણીતાએ તમામ સાસરીયા સામે ફરિયાદ નોંધાવી હતી.
બનાવની વિગત એવી છે કે અગાઉ હરણી રોડ, સવાદ ક્વાર્ટર્સમાં રેતી ભાવનાના લગ્ન ડ્રાઇવર પતિ સિદ્ધાર્થ સોલંકી સાથે ત્રણ વર્ષ અગાઉ થયા હતા. સાંસારિક જીવન માટે ભાવના નિઝામપુરા આદર્શ નગર ખાતે રહેવા આવી હતી. સંયુક્ત પરિવારમાં પતિ સાથેના સાંસારિક જીવનમાં ભાવના ૨૦૨૩માં પુત્રીની માતા બની હતી. એક વર્ષ બાદ પુત્રીના જન્મદિવસની ઉજવણી અંગે કહેતા સાસરિયાંઓએ ઉજવણીની જરૂરત નહીં હોવાનું કહીને મેળા ટોણા મારવાનું શરૂ કર્યું હતું. દાદા સસરા, દાદી સાસુ, સાસુ સહિતના તમામના ત્રાસ છતાં પરિણીતા પતિ સાથે સાંસારિક જીવનમાં વ્યસ્ત હતી.
પતિને બહારગામ જવાનું હોવાથી પુત્રી સાથે ભાવનાને તેના પિયર સિદ્ધાર્થ સોલંકી મૂકી ગયો હતો. પિયરમાં માસુમ દિકરી બીમાર પડી હતી જેથી પરિણીતાએ તેના પતિને વારંવાર ફોન કરવા છતાં પિયરમાંથી તેડવા આયો ન હતો. જેથી માસુમ બાળકી સાથે ભાવના સાસરીમાં પરત ફરી હતી. જેથી ગુસ્સે ભરાયેલા પતિ સહિત તમામ સાસરીયાએ પરિણીતાનો ઉધડો લીધો હતો. ત્યારબાદ તમામે ભેગા મળીને પરિણીતાની ભારે ધોલાઈ શરૂ કરી હતી. જ્યારે પતિ સહિત તમામે અશ્લીલ ગાળો ભાંડી માથાના વાળ ખેંચવા માંડ્યા હતા. યેનકેન બચીને ભાગેલી પરિણીતાએ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા ફતેગંજ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી કાનૂની કાર્યવાહી કરી હતી.








