Gujarat

વલસાડ-સુરતમાં જળબંબાકાર: 6 કલાકમાં ધોધમાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, રાજ્યના 90 તાલુકામાં મેઘમહેર

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે. વલસાડ સહિત 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર થયું છે. 4 કલાકમાં 78 તાલુકામાં મેઘમહેર થઈ, જેમાં વલસાડમાં 3.82 ઇંચ અને સુરતના પલસાણામાં 3.70 ઇંચ નોંધાયો. સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં રેડ એલર્ટ છે. સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વલસાડ-સુરતમાં જળબંબાકાર: 6 કલાકમાં ધોધમાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, રાજ્યના 90 તાલુકામાં મેઘમહેર

Gujarat Rain Updates : ગુજરાત હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા અનુસાર સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા એટલે કે માત્ર 6 કલાકના ગાળામાં વલસાડ અને સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં અત્યાર સુધીમાં 5.79 ઇંચ તો સુરતના પલસાણામાં 4.88 ઈંચ જેટલો વરસાદ પડતાં પાણી જ પાણી જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે વલસાડના પારડી, ઉમરગામમાં પણ સાડા ચાર ઈંચ જેટલી મેઘમહેર નોંધાઈ છે.

વલસાડમાં 16 મુસાફરોને બચાવાયા

વલસાડ જિલ્લાના નાના પોંઢાના અંભેટી પાસે કોપરેલી-વાપી માર્ગ પર ફસાયેલી ખાનગી બસમાંથી 16 મુસાફરોને બચાવાયા. સ્થાનિક પોલીસ, ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સંયુક્ત પ્રયાસોથી તમામ 16 મુસાફરોને સલામત બહાર કઢાયા હતા. સુરક્ષાના કારણોસર માર્ગની બંને બાજુ બેરિકેડિંગ કરી રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરાયો હતો.

વલસાડમાં ત્રણ શ્રમિકોના રેસ્ક્યૂ

ભારે વરસાદના પગલે વલસાડ શહેરના પાલીહિલ પાછળ આવેલા એસટીપી પ્લાન્ટ ખાતે ફસાયેલા ત્રણ મજૂરોનું NDRFની ટીમ દ્વારા સફળ રેસ્ક્યુ કરીને બચાવાયા. ત્રણેય વ્યક્તિઓને NDRFની ટીમે સમયસૂચકતા વાપરી સલામત રીતે બહાર નીકાળ્યા.

image.png
image.png
image.png

વલસાડમાં વિલ્સન હિલ માર્ગ પર ભૂસ્ખલન

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આગામી સાત દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સૌની વચ્ચે હવામાન વિભાગની નાઉકાસ્ટ હેઠળ પણ વલસાડ સહિત પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સવારની વાત કરીએ તો માત્ર 4 કલાકના ગાળામાં 78 તાલુકામાં મેઘમહેર નોંધાઈ હતી જેમાં સૌથી વધુ વલસાડમાં 3.82 અને સુરતના પલસાણા તાલુકામાં 3.70 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

વલસાડ અને સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના ડરથી NDRF તહેનાત

વલસાડ અને સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે કોઈપણ અગમચેતી ઘટનાથી બચી શકાય તેમજ લોકોને તાત્કાલિક મદદ અને રાહત પહોંચાડી શકાય તે હેતુસર પહેલાથી જ એનડીઆરએફની ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ભયજનક સ્તરે પાણી ભરાયાના અહેવાલ આવતા એનડીઆરએફની ટીમ તહેનાત કરાઈ છે.

image.png

દીવ દમણ તથા દાદરા નગર હવેલીના તંત્રએ એડવાઈઝરી જાહેર કરી

દક્ષિણ ગુજરાતમાં અત્યારે ભારે વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને વલસાડ, દીવ-દમણ અને દાદરા નગર હવેલી ખાતે રેડ એલર્ટનો જ માહોલ દેખાઈ રહ્યો છે ત્યારે બંને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રએ પ્રવાસીઓ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એડવાઈઝરી જાહેર કરી દીધી છે.

image.png

ક્યાં ક્યાં રેડ એલર્ટ

સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં આગામી ત્રણ કલાક એટલે કે દસ વાગ્યાથી એક વાગ્યા માટે અતિ ભારે વરસાદની આગાહી કરતું રેડ એલર્ટ નાઉ કાસ્ટ હેઠળ હવામાન વિભાગે જાહેર કર્યું છે.

બીજી બાજુ 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ ભરુચ, નર્મદા, તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ તથા બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

image.png
image.png