પડતર માંગણીઓને લઈને રેલી સ્વરૂપે ગાંધીનગર પહોંચ્યા માજી સૈનિકો, પોલીસે અટકાવ્યા
Gandhinagar Protest: ગાંધીનગરમાં પડતર માંગોને લઈને ચાલી રહેલું માજી સૈનિકોનું આંદોલન ઉગ્ર બન્યું હતું. એક અઠવાડિયાથી વધુ સમયથી ચાલતાં આ આંદોલનમાં માજી સૈનિકોએ મંગળવારે (5 ઑગસ્ટ) રેલી કાઢી વિધાનસભા તરફ કૂચ કરી હતી. પરંતુ, પોલીસ દ્વારા તેમને બસ સ્ટેશન પાસે જ અટકાવી દેવાયા હતા.
શું છે માજી સૈનિકોની માંગ?
નોંધનીય છે કે, માજી સૈનિકો લાંબા સમયથી સરકારી ભરતીમાં અનામત બેઠક સહિતની વિવિધ પડતર માંગણીઓને લઈને લડત ચલાવી રહ્યા છે. તેમનો મુદ્દો હતો કે, તેમના માટે અનામત રાખવામાં આવેલી બેઠકો કોઈ અન્ય કેટેગરીમાં ફાળવવામાં ન આવે. આ વિશે તેમણે અનેકવાર સરકારમાં રજૂઆત કરી પરંતુ, કોઈ નક્કર ઉકેલ ન મળતાં અંતે આંદોલનનો રસ્તો અપનાવ્યો છે.
આ પણ વાંચોઃ 45 દિવસ માટે બંધ કરાશે ઉધના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 6, જાણો કઈ ટ્રેનોને થશે અસર
પોલીસે અટકાવી રેલી
મંગળવારે (5 ઑગસ્ટ) વહેલી સવારથી માજી સૈનિકોએ વિધાનસભા તરફ પોતાની માંગો સાથે કૂચ કરી હતી. જોકે, આ આંદોલનને લઈને પરિસ્થિત કાબૂમાં રહે તે માટે પોલીસે અગાઉથી જ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ગાંધીનગર બસ સ્ટેશનથી જ તેમને અટકાવી દેવાયા હતા. આ દરમિયાન પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. જોકે, આ મુદ્દે માજી સૈનિકોએ ચેતવણી આપી છે કે, જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે.