For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રીંગરોડ પર SMCના 28 માળના વહીવટી ભવન માટે રૃા.900 કરોડ ખર્ચનો અંદાજ

જુની સબજેલના સ્થળે ૨૦૧૫માં ખાતમુહૂર્ત, ૨૦૨૧માં અંદાજ રજૂ

Updated: Nov 17th, 2021

Article Content Image

ઓક્ટોબરમાં વડાપ્રધાને ડિઝાઈન મંજુર કર્યા બાદ પહેલી વખત નક્કર આયોજન ઃ એ-ટાવરમાં મ્યુનિ., કચેરી, બી-ટાવરમાં કેન્દ્રીય કચેરીઓ

                સુરત,

સુરતની સબ જેલ ખાતે સુરત મહાનગરપાલિકાનું ૨૮ માળનું નવું વહિવટી ભવન રૃા.899.91 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે. ખાત મુર્હુતના છ વર્ષ બાદ પહેલી વખત નક્કર કામગીરી થઈ રહી છે. જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં નવા વહિવટી ભવનના અંદાજ રજુ કરી મંજુર કરાશે.  નવા વહિવટી ભવન માટે અનેક ડિઝાઈન અને જગ્યા બદલી હતી. પરંતુ ગત મહિને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રેઝન્ટેશન કરાયા બાદ લીલી ઝંડી મળતાં પાલિકાના નવા વહિવટી ભવન માટેની કામગીરી શરૃ થઈ રહી છે.

સુરત મહાનગરપાલિકાના વહિવટી ભવન બનાવવા માટે પાલિકાએ જુની સબ જેલની જગ્યા પસંદ કરી અને ખાત મુર્હુત કર્યા બાદ પહેલી વખત નક્કર કામગીરી થવા જઈ રહી છે. 2015માં ખાત મુર્હૂત કર્યા બાદ જુદા જુદા રાજકીય સમીકરણના કારણે પાલિકાના વહિવટી ભવનની કામગીરી ફાઈલ વચ્ચે દબાઈ ગઈ હતી. દરમિયાન મ્યુનિ. તંત્ર પાલિકાના વહિવટી ભવન સાથે અન્ય કચેરી બનાવવા તથા કેટલા માળનું બિલ્ડીંગ બનશે તે માટે અનેક પ્રયાસ કર્યા હતા. હાલમાં પાલિકાના નવા વહિવટી  ભવન માટે એ બિલ્ડીંગમાં ચાર બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ૨૮ માળના અંદાજો  જાહેર બાંધકામ સમિતિ સમક્ષ રજુ કર્યા છે. આ ડિઝાઈનમાં એ બ્લોકમાં પાલિકાની ઓફિસનો સમાવેશ કરવામાં આળશે જેની ઉંચાઈ ૧૦૯.૧૫ મીટરની રહેશે જ્યારે બી ટાવરમાં  સુરત શહેરમા આવેલી  રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ ઓફિસનો સમાવેશ કરાશે જેની ઉંચાઈ પણ 109.15 મીટરની રહેશે.

સુરત મ્યુનિ.ના જાહેર બાંધકામ સમિતિ સમક્ષ  પાલિકાના વહિવટી ભવન એ ટાવરમાં કુલ 804 કરોડ બાંધકામના તથા 94.71 લાખ ઈન્ટીરીયર મળીને કુલ રૃા.899.91 કરોડના અંદાજ રજુ કરવામાં આવશે.  પાલિકાના નવા વહિવટી ભવનના એ ટાવરમાં ૨૮ માળ તેવી જ રીતે બી ટાવરમાં પણ 28 માળ જેમાં સુરતની કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીનો સમાવેશ થશે. આગામી દિવસોમાં આ અંગે ટેન્ડર બહાર પડશે અને તેના પર નિર્ણય કરાશે.

Gujarat