Gujarat

વડોદરાના ગોરવા-મધુ નગર પાસે દુકાનનું વધારાનું ગેરકાયદે બાંધકામ દબાણ શાખાએ તોડી પાડ્યું

By GS TEAM
7 Mar 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરના ઉત્તર છેવાડે આવેલા ગોરવા મધુનગર વિસ્તારમાં ટીપી 55-Aના 24 મીટર રોડમાં બનાવાયેલી પાકી દુકાનનું વધારાના બાંધકામ પર દબાણ શાખાએ બુલડોઝર ફેરવીને ગેરકાયદે દબાણ દૂર કરે રસ્તો ખુલ્લો કરાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના ગોરવા-મધુ નગર પાસે દુકાનનું વધારાનું ગેરકાયદે બાંધકામ દબાણ શાખાએ તોડી પાડ્યું

Vadodara Corporation : વડોદરા શહેરના ઉત્તર છેવાડે આવેલા ગોરવા મધુનગર વિસ્તારમાં ટીપી 55-Aના 24 મીટર રોડમાં બનાવાયેલી પાકી દુકાનનું વધારાના બાંધકામ પર દબાણ શાખાએ બુલડોઝર ફેરવીને ગેરકાયદે દબાણ દૂર કરે રસ્તો ખુલ્લો કરાયો હતો. 

ઉલ્લેખનીય છે કે ગોરવા વિસ્તારમાં આવેલ મધુનગર ચાર રસ્તા પાસે ટીપી-55-Aના 24 મીટરના રસ્તાની લાઈનમાં નિયમ મુજબ પાકી દુકાન બનાવવામાં આવી હતી. પરંતુ દુકાન આગળ ચાર ફૂટ જેટલું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. 24 મીટરના સર્વેચર ભાગમાં કરાયેલા ગેરકાયદે બાંધકામ અંગે ફરિયાદો થતા પાલિકાની દબાણ શાખાની ટીમ બુલડોઝર સહિત ગોરવા પોલીસ સ્ટાફના બંદોબસ્ત સાથે પહોંચી ગઈ હતી. પોલીસ સ્ટાફના બંદોબસ્ત વચ્ચે દબાણ શાખાનું બુલડોઝર દુકાનના ગેરકાયદે બાંધકામ પર ફરી વળીને રસ્તો ખુલ્લો કર્યો હતો.