Gujarat

ચાંદલોડિયા-ગોતા વોર્ડમાં દબાણ દુર કરાયા

By GS Team
23 Feb 20221 min read
This article was originally published on 23 Feb 2022
ચાંદલોડિયા-ગોતા વોર્ડમાં દબાણ દુર કરાયા

  અમદાવાદ,બુધવાર,23 ફેબ્રુ,2022

શહેરના ટી.પી.રસ્તા ઉપર આવેલા દબાણ દુર કરવાની કાર્યવાહીના ભાગરૃપે મ્યુનિ.એસ્ટેટ વિભાગ તરફથી ચાંદલોડિયા અને ગોતા વોર્ડમાં દબાણ દુર કરવામાં આવ્યા હતા.ચાંદલોડિયા વોર્ડમાં ટી.પી.સ્કીમ. નંબર-૩૬,છારોડીના મ્યુનિ.ના નેબરહુડ સેન્ટર માટેના રિઝર્વ પ્લોટમાંથી ફેન્સીંગ,વાડ સહિતના દબાણ દુર કરી ૨૩૭૫ ચો.મી.પ્લોટનું પઝેશન લેવામાં આવ્યુ હતું.૧૮ મીટરના રોડ ઉપર કપાતમાં આવતા એક હજાર ચો.મી.ના બે રહેણાંક બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.ગોતા વોર્ડમાં પાવાપુરી પાસે આવેલાં તિરુપતિ ફલેટના માર્જિન-પાર્કીંગની જગ્યામાં બાંધવામાં આવેલા ૫૦૦ ચો.ફુટના બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું.