લીંબડી
તાલુકામાં પીજીવીસીએલ-પોલીસના દરોડા
વીજ
ટીમોએ ૬૦૦થી વધુ વીજ કનેક્શન ચેક કર્યા,
૭૦માં ગેરરીતિ મળી આવી
લીંબડી
- લીંબડી તાલુકાના સમલા તથાં ખંભલાવ ગામમા
પીજીવીસીએલ ટીમ તથાં પોલીસ અને એસઆરપી ટીમો દ્વારા વીજ ડ્રાઈવ અંતર્ગત આકસ્મિક વીજ
ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પીજીવીસીએલ
તંત્ર દ્વારા ચેકિંગ દરમ્યાન સમલા તથાં ખંભલાવ ગામમાં ૬૦૦થી વધુ વીજ કનેક્શન ચેક
કરતા ૭૦ જોડાણમાં ગેરરીતિ મળી આવી હતી. વીજ તંત્રએ વીજ ચોરી કરતા લોકોને રૃ. ૯૨
લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં સમલા ગેરકાયદેસર રીતે વીજ ચોરી કરનાર ૪૮
વીજ ચોરોને રૃ. ૪૭ લાખનો દંડ તેમજ ખંભલાવ મા ૪૨ વીજ ચોરોને રૃ. ૪૫ લાખનો દંડ
ફટકારવામાં આવતાં અન્ય ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચોરી કરનાર ભુમાફિયાઓ તથાં વીજ
ચોરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.


