Gujarat

સાવધાન ! વૉટ્સઅપ ગ્રૂપમાં RTO ચલણની ફાઈલ ખોલતા જ મોબાઈલ હેક, યુવકે ગુમાવ્યા રૂ.1.19

By GS TEAM
10 Jun 20261 min read
સાવધાન ! વૉટ્સઅપ ગ્રૂપમાં RTO ચલણની ફાઈલ ખોલતા જ મોબાઈલ હેક, યુવકે ગુમાવ્યા રૂ.1.19

અમદાવાદ,બુધવાર

સાયબર ગઠિયા અવનવી તરકીબ અપનાવીને લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે. જેમાં સરદારનગરમાં હાર્ડવેરની દુકાનમાં નોકરી કરતા કર્મચારીએ ભૂલથી આરટીઓના ચલણની ફાઇલ ખોલતાં મોબાઇલ હેક થઈ ગયો હતો. જોતજોતામાં જ અલગ અલગ ફ્લિપકાર્ટથી ટ્રાન્ઝેક્શનથી ક્રેડિટ કાર્ડમાંથી 1.19 લાખ રૂપિયા મેળવી લીધા હતા, જો કે બેન્કમાંથી મેસેજ આવતાં છેતરાયાની જાણ થઈ હતી. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગણતરીની મિનિટમાં જ ક્રેડિટ કાર્ડમાંથી લાખો રૂપિયા ગુમ

સરદારનગરમાં એરપોર્ટ પાસે રહેતા યુવકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ તા. 08-06-2026ના રોજ પોતાની દુકાનમાં કામ કરતા યુવક સાથે હાજર હતા ત્યારે વોટ્સએપ ગ્રુપમાં આરટીઓના ચલણની ફાઇલ આવી હતી.

જેથી કારીગરે અજાણતાથી આ ફાઇલ ખોલતાંની સાથે મોબાઇલ હેક થઈ ગયો હતો. અને ગણતરીની મિનિટમાં જ અજાણી વ્યક્તિએ અલગ અલગ ફ્લિપકાર્ટથી ટ્રાન્ઝેક્શનથી ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 1,19,043 મેળવી લીધા હતા, જો કે બેન્કમાંથી મેસેજ આવતાં છેતરાયાની જાણ થઈ હતી. આ ઘટના અંગે એરપોર્ટ પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.