Get The App

ગુજરાતમાં EDની કાર્યવાહીઃ વક્ફની જમીન પર ગેરકાયદે કબજો કરનાર સલીમ જુમ્માખાન પઠાણના ઘરે દરોડા

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં EDની કાર્યવાહીઃ વક્ફની જમીન પર ગેરકાયદે કબજો કરનાર સલીમ જુમ્માખાન પઠાણના ઘરે દરોડા 1 - image


ED Raid: અમદાવાદમાં ગુજરાત વક્ફ બોર્ડ સંચાલિત જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની જમીન મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાડે આપવામાં આવી હતી. જોકે, આ જમીન પર છેલ્લાં કેટલાંક સમયથી સલીમ જુમ્માખાન પઠાણ નામના શખશે તેને ગેરકાયદે પચાવી પાડી તેના પર દબાણ કર્યું હતું. જોકે, હવે આરોપી સલીમ જુમ્માખાન ED (એન્ફોર્સમેન્ટ ઓફ ડિરેક્ટોરેટ) ની રડાર પર આવ્યો છે. ઈડીએ હાલ આ મામલે આરોપી પઠાણના ઘરે દરોડા પાડી સર્ચ-ઓપરેશન હાથ ધર્યું છે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર,14 લોકો અને 26 પશુના મોત, સલામત સ્થળે રહેવા તંત્રની અપીલ

મળતી માહિતી મુજબ, મંગળવારે (6 મે) વહેલી સવારથી અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સૌદાગર બિલ્ડર્સના નામે કન્સ્ટ્રક્શનનો વ્યવસા કરનારા આરોપી સલીમ જુમ્માખાન પઠાણના અલગ-અલગ સ્થળો પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં જમાલપુર કાચની મસ્જિદ, સના 7 બિલ્ડિંગ, ખેડાનું ફાર્મહાઉસ સહિતનો સમાવેશ થાય છે.

આરોપ લગાવવામાં આવી રહ્યોછે કે, સલીમ ખાન સહિત પાંચ લોકોએ જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટમાં ટ્રસ્ટી ન હોવા છતાં ગેરકાયદે દુકાનો અને મકાનો બનાવી લાખો રૂપિયા પડાવ્યા હતાં. સલીમ અને તેના સાથીઓ આ દુકાનનું લાખો રૂપિયા ભાડું વસૂલતા હતાં. આ લોકો ટ્રસ્ટી ન હોવા છતાં ખોટી ઓળખ આપી મિલકતમાં રહેતા હતાં. આરોપીઓએ આશરે 100 જેટલાં ઘર અને દુકાન આ રીતે ગેરકાયદે લઈને દરેક દુકાન અને ઘર દીઢ 7-8 હજાર રૂપિયા ભાડું વસૂલતા હતાં. 

આ પણ વાંચોઃ સુરત પાલિકામાં બોગસ દસ્તાવેજ રજૂ કરનાર ત્રણ એજન્સી સામે પોલીસ ફરિયાદ કરવા કવાયત


નોંધનીય છે કે, આ પહેલાં જમાલપુરના કાચની મસ્જિદ પાસે રહેતા મોહમ્મદ રફીક અન્સારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આ આરોપીઓ કાચની મસ્જિદ ટ્રસ્ટની મિલકતમાં રહે છે. ટ્રસ્ટના જૂના બધા ટ્રસ્ટીઓ મૃત્યુ પામ્યા ત્યારબાદથી આ લોકોએ ત્યાં કબજો કર્યો છે. જોકે, વર્ષો પહેલાં મસ્જિદને અડીને આવેલી આ જમીન ટ્રસ્ટે AMCને સોંપી દીધી હતી. 



Tags :