Get The App

સુરત પાલિકામાં બોગસ દસ્તાવેજ રજૂ કરનાર ત્રણ એજન્સી સામે પોલીસ ફરિયાદ કરવા કવાયત

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
સુરત પાલિકામાં બોગસ દસ્તાવેજ રજૂ કરનાર ત્રણ એજન્સી સામે પોલીસ ફરિયાદ કરવા કવાયત 1 - image


Surat Corporation : સુરત પાલિકામાં વાર્ષિક 42 કરોડનો સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ગત વખતે ઈજારદારોએ રીંગ બનાવી એક સરખા ભાવ ભર્યા હતા. જ્યારે હાલમાં આ મલાઈદાર કોન્ટ્રાક્ટ મેળવવા માટે ત્રણ એજન્સીએ મલાઈદાર સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ મેળવવા પાલિકા અને સરકારના ખોટા સર્ટિફિકેટ આપનાર સામે પોલીસ ફરિયાદ કરવા કવાયત શરૂ થઈ ગઈ છે. આ માટે આગામી દિવસોમાં સિક્યુરિટીની દરખાસ્ત રજુ કરાશે. 

સુરત પાલિકા વિસ્તારમાં હાલ બોગસ પુરાવા ઉભા કરવાના કિસ્સા એક બાદ એક બની રહ્યાં છે તેમાં પાલિકાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે એક બે નહી પરંતુ ત્રણ ત્રણ એજન્સીએ બોગસ પુરાવા રજુ કર્યા હોવાનું બહાર આવ્યું છે. પાલિકાએ સિક્યુરીટીના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યા હતા તેમાં 23 એજન્સીના ટેન્ડર આવ્યા હતા. જેમાં 9 એજન્સી ક્વોલિફાય થઈ હતી.   ક્વોલિફાય થયેલી 9 પૈકી 3 એજન્સીએ બોગસ ડોક્યુમેન્ટસના આધારે શ્રમ વિભાગના લાયસન્સ રીન્યુ કર્યા હતા. જેમાં મ.કે. સિકયુરીટી, શક્તિ સિક્યુરિટી અને શક્તિ પ્રોટેક્શન ફોર્સ પ્રા.લી. સામે બોગસ ડોક્યુમેન્ટને આધારે લાયસન્સ મેળવાયા હોવાની પુરાવા સાથે ફરિયાદ રજૂ કરવામાં આવી છે. જોકે, આ ફરિયાદ બાદ સિક્યુરિટીની દરખાસ્ત ઘોંચમાં પડી હતી જોકે, હવે કેટલીક કાયદાકીય ગૂંચ ઉકેલીને ક્વોલિફાય થયેલી એજન્સીની દરખાસ્ત આગામી દિવસમાં સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. જોકે, આ દરખાસ્ત રજુ કરવા સાથે સુરત પાલિકા અને શ્રમ વિભાગ સાથે છેતરપીંડી કરી બોગસ પુરાવા રજુ કરનારી ત્રણ એજન્સી સામે પોલીસ ફરિયાદ કરવા માટે પણ દરખાસ્તમાં ઉલ્લેખ કરવામાં આવે તેવી શક્યતા વધી ગઈ છે. જોકે, બોગસ પુરાવા રજુ કરનારી એજન્સીને ભાજપના કેટલાક કોર્પોરેટરોનો સાથ હોવાનું કહેવાઈ રહ્યું છે તેના કારણે આ એજન્સી સામે પોલીસ ફરિયાદ થાય છે કે કેમ તે પણ જોવું રહ્યું. 

Tags :