Bhavnagar

ભાંખલ ગામે મહિલા પર હુમલો કરી ધમકી આપી

By GS Team
27 Jun 20261 min read
TukuTouch Logo
સિહોરના ભાંખલ ગામે મહિલા પર હુમલો કરી ઈજા પહોંચાડનાર 3 શખ્સો સામે ગુનો નોંધાયો છે. અંબાશંકરભાઈ જાનીની ફરિયાદ મુજબ, તેમના પત્નિ અને નાના ભાઈના પત્નિ વાડીમાં ઝારના ભોથા વીણતા હતા. ત્યારે જાગૃતિબેન જાનીએ કુહાડી વડે હુમલો કર્યો અને અન્ય 2 શખ્સોએ ઢીકાપાટુંનો માર મારી ધમકી આપી હતી. સિહોર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાંખલ ગામે મહિલા પર હુમલો કરી ધમકી આપી

સિહોર પોલીસે ગુનો નોંધ્યો

એક મહિલા સહિત ત્રણ શખ્સે કુહાડી અને ઢીકાપાટુંનો માર માર્યો

સિહોર -  સિહોરના ભાંખલ ગામે મહિલા પર હુમલો કરી ઈજા પહોંચાડી ધમકી આપનાર એક મહિલા સહિત ત્રણ શખ્સ સામે સિહોર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

સિહોર તાલુકાના ભાંખલ ગામે રહેતા અંબાશંકરભાઈ મહાશંકરભાઈ જાનીએ સિહોર પોલીસ મથકમાં જાગૃતિબેન શિવશંકરભાઈ જાની, ભીમજી ગંગારામભાઈ જાની અને અતુલ ગંગારામભાઈ જાની સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના પત્નિ અને તેમના નાના ભાઈના પત્નિ પ્રભાબેન ભારોલીના કેડે આવેલ ખાખરાવાળી વાડીમાં ઝારના ભોથા વીણી રહ્યાં હતા તે દરમિયાન ઉક્ત લોકો આવી અપશબ્દો કહી ધમકી આપી જાગૃતિબેને તેમના પત્નિને કુહાડી મારી ઈજા કરી તથા અન્ય લોકોએ ઢીકાપાટુંનો માર મારી ઈજા પહોંચાડી હતી. આ અંગે સિહોર પોલીસે ગુનો નોેંધ્યો છે.