Gujarat

ઇલાેરાપાર્કમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસઃચાર વાહનાેને અડફેટમાં લેનાર પીધેલા કારચાલકની ધોલાઇ

By GS TEAM
25 Oct 20251 min read
ઇલાેરાપાર્કમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસઃચાર વાહનાેને અડફેટમાં લેનાર પીધેલા કારચાલકની ધોલાઇ

વડોદરાઃ ઇલોરાપાર્ક વિસ્તારમાં ગઈકાલે નવા વર્ષનીરાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસ બન્યો હતો.જેમાં લોકોએ નશામાં ધૂત કાર ચાલકને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો હતો.

સુભાનપુરાના ઓધવપુરા વિસ્તારમાં રહેતા લકી પરમારે પોલીસને કહ્યું હતું કે, તા.૨૨મીએ રાતે મંદિર પાસે સ્કૂટર પાર્ક કરીને અમે બેઠા હતા કે દરમિયાન ફુલ સ્પીડે ધસી આવેલી એક કારે સ્કૂટરને ટક્કર મારતાં સ્કૂટર કેબિનમાં ભટકાયું હતું અને કેબિનને  નુકસાન થયું હતું.ત્યારબાદ કાર ચાલકે બીજા એક સ્કૂટરને પણ અડફેટમાં લીધું હતું અને તે ઇલોરાપાર્ક તરફ ભાગ્યો હતો. 

કેટલાક લોકોએ તેનો પીછો કરતાં કાર ચાલકે ઇલોરાપાર્કમાં પણ એક સ્કૂટર તેમજ એક કાર લીધા હતા અને ત્યારબાદ ડિવાઇડર પર કાર ચડાવી દેતાં લોકોએ તેને ઝડપી પાડી ગોરવા પોલીસને સોંપ્યો હતો.

ગોરવા પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ તેમજ હિટ એન્ડ રન ના અલગ અલગ કેસ દાખલ કરી ડ્રાઇવિંંગઅને સાથેસાથે મોબાઈલ રીપેરનો વ્યવસાય કરતા હર્ષ રમેશચંદ્ર કશ્યપ (પિતૃકૃપા સોસાયટી,ઇલોરાપાર્ક,સુભાન પુરા) ની ધરપકડ કરી હતી.