Gujarat

દિવાળીના તહેવારો કાલથી શરૂ : બોનસની વહેચણી થતા વડોદરામાં ઘરાકી ખુલી, દુકાનો-મકાનો પર રોશનીનો ઝગમગાટ

By GS TEAM
16 Oct 20252 mins read
TukuTouch Logo
દિવાળીના તહેવારો આવતીકાલથી શરૂ થઈ રહ્યા છે, શહેરમાં ઠેર-ઠેર દુકાનો સહિત મકાનો રોશનીથી શણગારવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જ્યારે શાળા-કોલેજોમાં દિવાળીનું વેકેશન શરૂ થઈ ગયું છે. જેથી બાળકોમાં પણ દિવાળીનો અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળીના તહેવારો કાલથી શરૂ : બોનસની વહેચણી થતા વડોદરામાં ઘરાકી ખુલી, દુકાનો-મકાનો પર રોશનીનો ઝગમગાટ

Vadodara Diwali : દિવાળીના તહેવારો આવતીકાલથી શરૂ થઈ રહ્યા છે, શહેરમાં ઠેર-ઠેર દુકાનો સહિત મકાનો રોશનીથી શણગારવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જ્યારે શાળા-કોલેજોમાં દિવાળીનું વેકેશન શરૂ થઈ ગયું છે. જેથી બાળકોમાં પણ દિવાળીનો અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત ખાનગી કંપનીઓ, સરકારી અર્થ સરકારી અને પાલિકા કર્મીઓને બોનસની વહેંચણી થતા ઘરાકી પુર બહારમાં ખીલી છે. જેમાં ખાસ કરીને લોકો તૈયાર કપડા પગરખા સહિત ફટાકડા રોશનીની ચીજ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. મંગળ બજાર, લહેરીપુરા, માંડવી જેવા વિસ્તારોમાં વાહન હંકારીને નીકળવું માથાના દુખાવા બની ગયું છે. રોડ રસ્તા પર પણ ચાલવાની ક્યાં જગ્યા ભાગ્યે જ મળે છે. જોકે પ્રદર્શન મેદાન ખાતેના ફટાકડા બજારમાં ગ્રાહકોની ભીડ પ્રમાણમાં ખૂબ ઓછી જણાય છે. ભીડભાડથી બચવા લોકો નજીકના સ્થળેથી ખરીદી કરવાનું મન બનાવી લીધું હોય તેમ નહીં માનવાને કોઈ કારણ નથી.


વડોદરા કોર્પોરેશન દ્વારા દિવાળીના તહેવારોને શહેરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું

વડોદરાના 2 મુખ્ય ગાર્ડન સયાજીબાગ અને ગોત્રી ગાર્ડન, 18 જેટલા મહત્વના ટ્રાફિક સર્કલો, બ્રીજ, જાહેર માર્ગો અને અગત્યની ઈમારતો પ૨ રોશની ક૨વામાં આવી છે. સયાજીબાગ, અકોટા દાંડીયાબજાર સોલર પેનલ બ્રિજ અને સુરસાગર ખાતે વ્યુ પોઈન્ટ ઉપર લાઈટીંગ સાથેના સેલ્ફી પોઈન્ટ ઉભા કરાયા છે.

શહેરના 18 ટ્રાફિક સર્કલો પૈકી કાલા ઘોડા સર્કલ, બુલ સર્કલ, પેવેલીયન સર્કલ, ભગતસિંહ સર્કલથી રાજમહેલ ગેટ, કીર્તિ સ્તંભ, ફતેગંજ સર્કલ, છાણી જકાતનાકા સર્કલ, ગાંધી નગરગૃહ સર્કલ, એરપોર્ટ સર્કલ, એલ એન્ડ ટી સર્કલ-રાત્રી બજાર, યોગ નિકેતન સર્કલ, ફતેગંજ, ગાય સર્કલથી યોગ સર્કલ, ચકલી સર્કલ, તુલસીધામ સર્કલ, સુશેન સર્કલ, ગેંડા સર્કલ, સયાજી હોસ્પીટલ પાસે, જેલ રોડ, ખિસ્કોલી સર્કલને શણગારવામાં આવી રહ્યા છે. બુલ સર્કલથી કાલાઘોડા સર્કલ, જેલ રોડ, દુમાડ ક્રોસ રોડ, અમિતનગર બ્રીજથી એરપોર્ટ સર્કલ, એલ એન્ડ ટી સર્કલથી અમિતનગર બ્રીજ, શ્રેયસ સ્કુલથી જ્યુપીટર ક્રોસ રોડ, માંડવી ગેટથી લહેરીપુરા ગેટ પણ શોભી ઉઠશે. કાલાઘોડા બ્રીજ, અકોટા દાંડિયા બજાર બ્રીજ (સોલર પેનલ નીચે), ફતેગંજ બ્રીજ એન્ટ્રીગેટ પણ ગેટ લાઇટિંગ, અમિતનગર બ્રીજ (પોલ ઉપર), પંડયા બ્રીજ (પોલ ઉપર), અટલ બ્રીજ એક્ઝિટ અને એન્ટ્રી પર ગેટ લાઇટિંગ તેમજ મનિષા સર્કલ બ્રીજ નીચેથી ગેંડા સર્કલ સુધી ફ્લાવર ડેકોરેશન લાઇટીંગથી શણગારવાની કામગીરી ક૨વામાં આવી રહી છે.