દ્વારકાના દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, બસ પલટી જતાં 10થી વધુ ઈજાગ્રસ્ત
Porbandar-Dwarka Highway Accident Incident : ગુજરાતના યાત્રાધામ દ્વારકાથી દર્શન કરીને અમદાવાદ પરત આવતા યાત્રિકો ભરેલી બસને વચ્ચે અકસ્માત નડ્યો હતો. જેમાં પોરબંદર-દ્વારકા હાઈવે પર રોડ વચ્ચે ગાય આવી જતાં ખાનગી બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
10 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
મળતી માહિતી મુજબ, પોરબંદર-દ્વારકા હાઈવે પરના કુરંગા ગામ નજીક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં શ્રદ્ધાળુઓ ભરેલી બસ દ્વારકાથી દર્શન કરીને અમદાવાદ જઈ રહી હતી. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો: મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત: ટ્રેલરે 20 ગાડી અડફેટે લીધી, ચારના મોત
રોડ-રસ્તા પર ગાયના આટાફેરા અને અડિંગો જમાવવાથી ઘણી વખત અકસ્માતની ઘટના સર્જાતી હોય છે, ત્યારે અમદાવાદ પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ પણ હાઈવે વચ્ચે ગાય આવી જતાં અકસ્માતનો શિકાર બની હતી.