For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આચાર સંહિતાનો અમલ છતાં અમદાવાદમાં પ્રસંગોએ રોશની કરવા ૩ કરોડ ખર્ચ કરવા કમિટિમાં દરખાસ્ત

ત્રણ એજન્સીઓને સરખેભાગે કામ વહેંચી આપવાની વિવાદાસ્પદ દરખાસ્ત મુકાઈ

Updated: Apr 27th, 2024

     આચાર સંહિતાનો અમલ છતાં અમદાવાદમાં પ્રસંગોએ રોશની કરવા ૩ કરોડ ખર્ચ કરવા કમિટિમાં દરખાસ્ત

  અમદાવાદ,શનિવાર,27 એપ્રિલ,2024

લોકસભાની ચૂંટણી સંદર્ભમાં અમદાવાદમાં આચાર સંહિતા અમલમાં મુકાઈ છે.આમ છતાં અમદાવાદ મ્યુનિ.તરફથી વિવિધ પ્રસંગોએ કરવામા આવતી રોશની કરવા પાછળ રુપિયા ત્રણ કરોડનો ખર્ચ કરવા સ્ટ્રીટલાઈટ વિભાગે રોડ કમિટિ સમક્ષ મંજુરી માંગતી દરખાસ્ત મુકી છે.

સોમવારે મ્યુનિ.ની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટિની બેઠક મળશે.આચાર સંહિતાનો અમલછતાં  મ્યુનિ.ના સ્ટ્રીટ લાઈટ વિભાગે શહેરમાં ઉજવવામા આવતા વિવિધ પ્રસંગો,વાઈબ્રન્ટ ગુજરાત, વિવિધ તહેવાર, હેરીટેજ વીકની ઉજવણી તેમજ લોકાર્પણ અને ખાતમૂહુર્ત જેવા પ્રસંગોએ પબ્લિસિટી વિભાગ દ્વારા મંડપ ડેકોરેશન તથા ટેમ્પરરી લાઈટ,રોશની કરાવવામા આવતુ હોય છે.એન્યુલ રેટ કોન્ટ્રાકટથી આપવામા આવતી આ કામગીરી કોઈ તાકીદની નથી.આ દરખાસ્ત આચાર સંહિતાનો અમલ પુરો થયા બાદ પણ મંજુરી માટે મુકી શકાઈ હોત.આમ છતાં લોએસ્ટ વન આવેલા ટેન્ડરર વરદાયની પાવર પ્રા.લી.એ અંદાજ કરતા ૬૬.૯૦ ટકા ઓછા ભાવે ટેન્ડર ભરેલુ છે.છતાં આ કોન્ટ્રાકટર પ્રથમ વખત આ પ્રકારની કામગીરી કરી રહયા છે.આ કામગીરી અગત્યની અને તાકીદે કરવાની છે એવુ કારણ આગળ ધરી લોએસ્ટ-ટુ એસ.પી.ઈલેકટ્રીક તથા લોએસ્ટ-થ્રી કર્ણાવતી લાઈટ એન્ડ સાઉન્ડ એમ ત્રણ એજન્સીને એક-એક કરોડની કામગીરી વહેંચી આપવા રોડ કમિટિની મંજુરી માંગવામા આવતા મ્યુનિ.ના સ્ટ્રીટ લાઈટ તથા પબ્લિસિટી વિભાગ દ્વારા દરખાસ્ત મંજુર કરવા થઈ રહેલી ઉતાવળ શંકાના દાયરામાં મુકાઈ હોવાની મ્યુનિ.વર્તુળોમાં ચર્ચા સાંભળવા મળી રહી છે.

Gujarat