Get The App

દસાડામાં તોફાની માવઠાથી થયેલા નુકસાનનું વળતર ચુકવવા માંગ

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
દસાડામાં તોફાની માવઠાથી થયેલા નુકસાનનું વળતર ચુકવવા માંગ 1 - image

ખેડૂતોના ઉભા પાકને અગરિયાને સોલર પેનલને નુકસાન

પાટડી સેવાસદનમાં ખેડૂતો તેમજ અગરિયાઓએ સર્વે હાથ ધરવા પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદન આપ્યું

પાટડીતાજેતરમાં હવામાન વિભાગની આગાહી બાદ વાતાવરણમાં આવેલ પલટાના કારણે રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાના કારણે નુકસાન પહોંચ્યું છે.

તોફાની પવનથી પાટડી સહિત અનેક તાલુકામાં ખેડૂતોના ઇસબગુલ, ઘઉં, ચણા, વરિયાળી, રાયડો સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે જેના કારણે ખેડુતોની હાલત કફોડી બની છે.

બીજી બાજુ દસાડા અને ધ્રાંગધ્રા તાલુકાના કરછના નાના રણમાં પણ મીની વાવાઝોડાથી અગરિયાઓ દ્વારા તૈયાર કરેલ મીઠું, સોલાર પ્લેટ તેમજ ઝુંપડીઓને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. જેના કારણે અગરિયા પરિવારોની આખી સીઝન બરબાદ થઈ ચૂકી છે અને પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે આ મામલે પાટડી તાલુકાના ખેડુતો ખેડુતો અને અગરિયાઓએ એકત્ર થઈ પાટડી સેવા સદન ખાતે મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતુ અને સરકાર દ્વારા તાત્કાલિક રણ વિસ્તાર તેમજ ખેડુતોના ખેતરોમાં નુકશાની અંગે સર્વે હાથ ધરી અને સહાય પેકેજ જાહેર કરી પુરતુ વળતર ચૂકવવાની માંગ કરી હતી.