રાજપીપળા કોર્ટમાં વકીલ સાથે પોલીસનું ખરાબ વર્તન: દેહગામ બાર એસોસિએશન દ્વારા પોલીસ સામે કાર્યવાહી માટે ઠરાવ
નર્મદાના રાજપીપળામાં વકીલને કોર્ટમાં પ્રવેશ અટકાવી દેવા અને પોલીસ દ્વારા ખરાબ વર્તન કરવા બાબતે દહેગામ બાર એસોસિએશન દ્વારા તારીખ 8 મી જુલાઈ 2025ના રોજ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
દહેગામ બાર એસોસિએશનની તાત્કાલિક મીટીંગ બોલાવવામાં આવી હતી, જેમાં મુખ્ય મુદ્દો તારીખ 6 જુલાઈના રોજ રાજપીપળાની કોર્ટમાં એક વકીલની પોલીસ દ્વારા કોર્ટમાં જવા માટે રોકવામાં આવ્યા અને તેમની સાથે બેહુદુ વર્તન કરી પોલીસ દ્વારા આવા ખોટા વર્તન બાબતે આજ રોજ ઠરાવ કરી યોગ્ય પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મોટા સમાચાર: અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ નર્મદા જિલ્લામાં ઉભી થયેલી સ્થિતિ બાદ રાજપીપળાની કોર્ટમાં એક વકીલને કોર્ટની અંદર જતા રોકવામાં આવ્યા હતા. એસોસિએશનના ઠરાવ મુજબ આ ઘટનામાં એડવોકેટ એક્ટ મુજબ, એડવોકેટ એક કોર્ટ ઓફિસર છે, જેને કોર્ટમાં જતા રોકી શકાય નહીં. વકીલ એક ન્યાય પ્રક્રિયાનું અભિન્ન અંગ છે.સમગ્ર ઘટનાને દહેગામ બાર એસોસિયન સખત શબ્દોમાં વખોડી નાખવામાં આવે છે. અને જે પણ પોલીસ કર્મીઓ દ્વારા આ વર્તન કરવામાં આવ્યું છે કે તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે અને વકીલ હિતમાં ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ ન બને તે માટે રજૂઆત કરવામાં આવી છે.