ગુજરાતમાં શ્વાનનો વધતો ત્રાસ: સુરતમાં મહિલા પર શ્વાનોના ટોળાંનો હુમલો, સુરેન્દ્રનગરમાં માસૂમનું મોત
AI Image |
Gujarat Stray Dog Attack: ગુજરાતમાં અવાર-નવાર શ્વાનનો આતંક જોવા મળે છે. આવી જ ઘટના સુરત અને સુરેન્દ્રનગર જિલ્લામાં શ્વાનના આતંકથી બે લોકો મોતને ભેટ્યા છે. સુરતમાં શ્વાનના ઝૂંડે એક મહિલા પર હુમલો કરી દીધો હતો. બીજી બાજુ સુરેન્દ્રનગરમાં પણ રખડતા શ્વાનના કરડવાથી એક બાળકનું મોત નિપજ્યું છે.
સુરતમાં મહિલાનું મોત
મળતી માહિતી મુજબ, સુરતના ઉમરપાડા તાલુકાના જોડવાન ગામમાંથી રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. આ ઘટનામાં 15 જેટલા શ્વાને 40 વર્ષની મહિલા પર હુમલો કર્યો હતો અને તેને અનેક જગ્યાએ કરડી લીધું હતું. પીડિત મહિલા શૌચ માટે જઈ રહી હતી ત્યારે એકાએક શ્વાનના ઝૂંડે તેના પર હુમલો કરી દીધો હતો. જોકે, જ્યારે મહિલા ઘરે પરત ન આવતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી તો મહિલાનો મૃતદેહ મળ્યો. બાદમાં પોલીસે આ વિશે ફરિયાદ દાખલ કરી હતી.
આ પણ વાંચોઃ સુરતના હોડી બંગલા વિસ્તારમાં પાલિકાની ડ્રેનેજમાંથી કેમિકલ અને કલરવાળું પાણી બહાર આવ્યું
2 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો
વળી, બીજી બાજુ સુરેન્દ્રનગરના મુળી તાલુકાના વાગધિયા ગામમાં પણ આવી જ ઘટના સામે આવી છે. જ્યાં રવિવારે (6 જુલાઈ) શ્વાને 2 વર્ષના બાળક પર હુમલો કરી દીધો હતો. મજૂર પરિવારનું આ બાક શ્વાનના ખાટલા પર સૂતું હતું ત્યારે શ્વાને તેમના પર હુમલો કર્યો જેના કારણે બાળકનું મોત નિપજ્યું હતું.