Get The App

Big News: અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ, AAIBએ સરકારને સોંપ્યો પ્રાથમિક અહેવાલ

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
Big News: અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ, AAIBએ સરકારને સોંપ્યો પ્રાથમિક અહેવાલ 1 - image


Ahmedabad Plane Crash Report: અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી ભયાવહ પ્લેન ક્રેશની દુર્ઘટના મામલે ચાલી રહેલી તપાસનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળ્યા છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ એર ઇન્ડિયાના AI 171 પ્લેન ક્રેશનો પ્રાથમિક રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપ્યો છે.

અમદાવાદ પ્લેન ક્રેશમાં 260 લોકોએ ગુમાવ્યા જીવ

અમદાવાદમાં 12 જૂન ગુરુવારના રોજ બપોરે 1.38 વાગ્યે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી AI 171 ફ્લાઇટે ઉડાન ભરી હતી, જેની બે મિનિટમાં જ 1.40 વાગ્યે જ વિમાન ધડાકાભેર બીજે મેડિકલ કૉલેજની હોસ્ટેલની ઇમારત સાથે અથડાયું હતું. જેમાં સવાર 241 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. એકમાત્ર મુસાફરનો આબાદ બચાવ થયો હતો. ઇમારતમાં ઉપસ્થિત અને આસપાસના અન્ય 19 લોકો પણ માર્યા ગયા હતા.

Big News: અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ, AAIBએ સરકારને સોંપ્યો પ્રાથમિક અહેવાલ 2 - image

Tags :