For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સગરામપુરાની હોસ્પિટલમાં યુવાનનું મોત, ડોકટર સામે બેદરકારીનો આક્ષેપ

Updated: Apr 27th, 2024

સગરામપુરાની હોસ્પિટલમાં યુવાનનું મોત, ડોકટર સામે બેદરકારીનો આક્ષેપ

- પથરીની તકલીફ હોવાથી યુવાનનું સમોલ હોસ્પિટલમાં દુરબીનથી ઓપરેશન કરાયું હતું : કિડનીમાં ઇજા થતા બ્લીડીંગ બાદ ફેફસામાં પાણી ભરાઇ ગયું

  સુરત,:

સલાબતપુરામાં રહેતો યુવાને પથરીની તકલીફ થતા સગરામપુરાની સમોલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જોકે હોસ્પિટલના ડોકટરની બેદકારીના લીધે યુવાનનું મોત થયુ હોવાના આક્ષેપ સાથે હોબાળો થયો હતો. જોકે તેનું સિવિલ ખાતે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

નવી સિવિલથી મળેલી વિગત સલાબતપુરામાં અમીના મંજીલમાં રહેતો ૨૮ વર્ષીય રીફાકત હુસેન નઝીર હુસેન જીવાશેઠવાળાને ધણા દિવસથી પથરીની તકલીફ હતી. જેથી ગત તા.૨૪મી સગરામપુરામાં લાલવાડી ખાતે આવેલી સમોલ હોસ્પિટલમાં સારવાર માટે જતા દાખલ કર્યો હતો. ત્યાં આજે બપોરે તેનું મોત થયુ હતુ. જયારે રીફાકતના સંબંધીએ કહ્યુ કે, રીફાકતને પથરીના ઓપરેશન માટે સગરામપુરાની સમોલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જયાં ગત તા.૨૪મીએ તેનું દુરબીન વડે ઓપરેસન કરતી વખતે કિડનીમાં વાગી જતા વધારે પ્રમાણમાં લોહી વહી ગયુ હતુ. જેના લીધે તેની તબિયત વધુ બગડતા આઇ.સી.યુમાં દાખલ કર્યો હતો. બાદમાં તેનો સીટી સ્કેન અને એક્સ રે કરાવવા તેના ફેંફસામાં પાણી ભરાયુ હોવાનું ત્યાંના ડોકટરે કહ્યુ હતું. જોકે તેને પથરીના ઓપરેશન માટે લાવ્યા હતા, તો તેના ફેંફસામાં પાણી કરી રીતે ભરાવા અંગે જાણ કરી નહી, જોકે ત્યાંના ડોકટરની બદકારીના લીધે તેનું મોત થયુ હોવાની આક્ષેપ કર્યા હતા. પોલીસે કહ્યુ કે, સમોલ હોસ્પિટલના ડોકટરોની બેદકારની લીધે તેનું મોત થયુ હોવાની આરોપના લીધે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.

સમોલ હોસ્પિટલના ડિરેકટર ડો. આરીફ સમોલે કહ્યુ કે, તેની કિડનીમાં પથરી હોવાથી ઓપરેશન શરૃ કરતાની સાથે તેના માંથી વધુ લોહી વહી રહી હતું. જેથી તેનું ઓપરેશન કેન્સલ કરીને તરત આઇ.સી.યુમાં દાખલ કરીને સારવાર શરૃ કરી હતી. બાદમાં તેના એકસ રે કરાવતા તેના ફેંફસામા પાણી ભરાયુ હોવાનું જાણવા મળ્યુ હતુ. જેથી તેના ફેંફસા માંથી પાણી ડોકટરે બહાર કાઢ્યુ હતુ.બાદમાં તેની તબિયતમાં સુધારો આવી ગયો હતો. બે દિવસ પછી તેને અન્ય રૃમમાં શિફ્ટ કરવાનો હતો. આજે તેને સિટી સ્કેન માટે એમ્બ્યુલન્સમાં લઇ જતા હતા. તે સમયે તેની અચાનક તબિયત બગડતા ઢળી પડતા તરત આઇ.સી.યુમાં દાખલ કરી સારવાર શરૃ કરી હતી. જોકે ડોકટરો તેને યોગ્ય સારવાર આપી હતી. બાદમા તેનું કોઇ કારણસર મોત થયુ હતુ. સિવિલમાં તેનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ થયા બાદ ડોકટરે કહ્યુ કે, તેના લીધેલા વિવિધ સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ તેનું મોતનું સાચુ કારણ જાણવા મળશે. જયારે રીફાકતના લગ્ન અંદાજીત ૧૬ માસ પહેલા થયા હતા. તે ભંગારના ધંધા સાથે સંકળાયેલો હતો. આ અંગે અઠવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat