For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિદ્યાર્થિનીને મળ્યા 200માંથી 212 ગુણ, માતા-પિતા પણ ચોંક્યા, ગુજરાતની શાળાની માર્કશીટ વાયરલ

Updated: May 7th, 2024

વિદ્યાર્થિનીને મળ્યા 200માંથી 212 ગુણ, માતા-પિતા પણ ચોંક્યા, ગુજરાતની શાળાની માર્કશીટ વાયરલ

School Marksheet Viral In Dahod: દાહોદ જિલ્લાની એક શાળામાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની માર્કશીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ માર્કશીટમાં વિદ્યાર્થિનીએ ગણિતમાં 200માંથી 212 અને ગુજરાતીમાં 211 ગુણ મેળવ્યા, જે એક નવાઈની વાત છે. વિદ્યાર્થિનીની માર્કશીટના નંબર જોઈને તેમના માતા-પિતાને ચોંકી ગયા હતા. 

માર્કશીટ સોશિયલ મીડિયા પર વાયરલ

મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લાની એક પ્રાથમિક શાળામાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની માર્કશીટમાં નંબર જોઈને બધા ચોંકી ગયા. આ વિદ્યાર્થિનીને ગુજરાતી વિષયમાં 200માંથી 211 ગુણ મળ્યા હતા. તો ગણિતમાં 200માંથી 212 ગુણ આપવામાં આવ્યા હતા. આ માર્કશીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને માર્કશીટ પર મિમ્સ પણ બનવા લાગ્યા છે. જો કે, બાદમાં આ મામલો શાળાના ધ્યાને આવતાં ભૂલ સુધારવામાં આવી હતી.

શિક્ષણ વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી

શાળાએ આ ભૂલ સુધવારીને વિદ્યાર્થિનીને ગુજરાતીમાં 200માંથી 191, જ્યારે ગણિતમાં 190 ગુણ આપ્યા હતા. બાકીના વિષયોના ગુણમાં કોઈ ફેરફાર કર્યો નથી. બીજી તરફ જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓએ આ મામલે તપાસ હાથ ધરી છે.

Article Content Image

Gujarat