દાહોદમાં ગોઝારો અકસ્માતઃ એસ.ટી બસે બાઇકને અડફેટે લેતા માતા-પુત્રનું ઘટનાસ્થળે મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dahod Accident: 'એસ.ટી અમારી, સલામત સવારી'ના દાવા વચ્ચે ફરી એકવાર આ સૂત્રને ખોટું સાબિત કરતા સમાચાર સામે આવ્યા છે. દાહોદના લીમખેડામાં એસ.ટી બસ દ્વારા એક બાઇક ચાલકને ટક્કર મારતા માતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે અક્સમાતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, દાહોદના લીમખેડામાં બુધવારે (8 ઓક્ટોબર) વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. એસ. ટી બસે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. જેના કારણે બાઇક બસની અંદર ફસાઇ ગઈ અને માતા-પુત્ર ટાયર નીચે કચડાઈ ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, માતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
આ પણ વાંચોઃ અમદાવાદમાં પેટ્રોલ પંપ પર કામ કરતી સગીરાની છેડતી, અશ્લીલ માગ કરનારની POCSO હેઠળ ધરપકડ
પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી મૃતકોની ઓળખ માટેની પ્રક્રિયા હાથ ધરી છે. હાલ પોલીસે આ મામલે અકસ્માતે મૃત્યુનો ગુનો દાખલ કરી બસ ચાલકને શોધવા તજવીજ હાથ ધરી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.









