Get The App

અમદાવાદમાં પેટ્રોલ પંપ પર કામ કરતી સગીરાની છેડતી, અશ્લીલ માગ કરનારની POCSO હેઠળ ધરપકડ

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં પેટ્રોલ પંપ પર કામ કરતી સગીરાની છેડતી, અશ્લીલ માગ કરનારની POCSO હેઠળ ધરપકડ 1 - image


Ahmedabad Crime: અમદાવાદના હાથીજણ સર્કલ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પેટ્રોલ પંપ પર કામ કરતી 17 વર્ષીય સગીરા સાથે તેના સુપરવાઇઝર દ્વારા છેડતી કરી અશ્લીલ માંગો કરવામાં આવતી હતી. પીડિતાની ફરિયાદના આધારે સુપરવાઇઝરની મંગળવારે (7 ઓક્ટોબર) ધરપકડ કરવામાં આવી છે. હાલ આરોપી સામે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ POCSO અને BNSની સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ ઓનલાઇન ટાસ્કના નામે ફ્રોડ કરતી ગેંગ માટે બેન્ક એકાઉન્ટની સવલત આપનાર ઝડપાયો

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, 17 વર્ષીય સગીરા છેલ્લાં ઘણાં સમયથી આ પેટ્રોલ પંપ પર કામ કરી રહી હતી. પરંતુ, છેલ્લાં ત્રણ-ચાર મહિનાથી મનીષ પરિહાર નામનો સુપરવાઇઝર કથિત રીતે વિવિધ બહાને સગીરાની છેડતી કરતો અને તેની પાસે અશ્લીલ માંગ કરતો હતો. સમગ્ર બાબતે કંટાળીને પીડિતાએ પેટ્રોલ પંપના માલિકને આ વિશે જાણ કરી આરોપી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. 

ફરિયાદમાં જણાવી આપવીતી

ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે, 'સોમવારે (6 ઓક્ટોબર) બપોરે જ્યારે હું કામ સંબંધિત બાબતે ચર્ચા કરવા સુપરવાઇઝરની ઓફિસમાં ગઈ તો તેણે મને બેસાડીને વાતચીતમાં જોડી. ત્યારબાદ મારી છેડતી કરી અને મારી જોડે અશ્લીલ માંગણી કરવા લાગ્યો. હું ડરી ગઈ અને તાત્કાલિક ત્યાંથી ભાગી ગઈ. બાદમાં મેં આખીય વાત પેટ્રોલ પંપના માલિકને જણાવી અને તેમણે મને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટેની સલાહ આપી.'

આ પણ વાંચોઃ વડોદરાના નવાપુરામાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર અને બે એન્જિનિયર ઉપર ટોળાનો હુમલો : 4ની અટકાયત

પોલીસની કાર્યવાહી

વટવા જીઆઇડીસી પોલીસે ફરિયાદ મળતાની સાથે જ કાર્યવાહી હાથ ધરી અને આરોપીની ધરપકડ કરી. હાલ આરોપી સામે POCSO સહિતની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પીડિતા, પેટ્રોલ પંપના માલિક અને અન્ય કર્મચારીઓના નિવેદન નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સિવાય સીસીટીવી ફૂટેજની તપાસ બાદ સમગ્ર ઘટનાની હકીકત વિશે તથ્ય તપાસવામાં આવશે.

Tags :