Gujarat

પાર્ટ ટાઈમ ઓનલાઈન જોબની લાલચમાં ડેસરના યુવાન સાથે સાયબર ફ્રોડ

By GS TEAM
4 Dec 20252 mins read
TukuTouch Logo
ઓનલાઇન પાર્ટ ટાઈમ જોબ કરી વધારે રૂપિયા કમાવવાની લાલચમાં ડેસરના યુવાને અડધા લાખ રૂપિયા જેટલી રકમ ગુમાવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

પાર્ટ ટાઈમ ઓનલાઈન જોબની લાલચમાં ડેસરના યુવાન સાથે સાયબર ફ્રોડ

Vadodara Cyber Fraud : ઓનલાઇન પાર્ટ ટાઈમ જોબ કરી વધારે રૂપિયા કમાવવાની લાલચમાં ડેસરના યુવાને અડધા લાખ રૂપિયા જેટલી રકમ ગુમાવી હતી. 

મૂળ દાહોદ જિલ્લાના પરંતુ હાલ ડેસરની સ્પોટ્સ યુનિવર્સિટી સામે રહેતા સચિન રમેશભાઈ ભેદીએ ડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તારીખ 21 મેના રોજ હું ઘેર હતો ત્યારે મારા મોબાઈલ ઉપર અજાણ્યા whatsapp નંબર પરથી એક મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં ડેમકો ગ્રુપ ડિજિટલ માર્કેટિંગ કંપનીનો એમ્પ્લોઇ છું તેવી ઓળખાણ આપી પાર્ટ ટાઈમ જોબની ઓફરની વિગતો હતી, જેમાં જણાવ્યું હતું કે પૈસાનું રોકાણ કરીને મેસેજમાં આવેલ ટેલિગ્રામની લીંક પર જઈને લિંકમાં આવેલ ટાસ્કને 5 સ્ટાર રેટિંગ આપવાનું કામ હતું અને તેનાથી તમે ઘેર બેઠા વધુ પૈસા કમાવી શકો છો તેવી પાર્ટ ટાઈમ જાહેરાતની લીંક હતી. 

આ જાહેરાતથી આકર્ષાઈને મેં લિંક ઉપર ક્લિક કરતા ટેલિગ્રામ ચેનલમાં જોડાયો હતો અને તેમાં અલગ અલગ ટાસ્કની ઓફરો હતી. જેમાં પસંદગીનું ટાસ્ક જોઈન્ટ કર્યા બાદ રિફંડ મળશે તેઓ ઉલ્લેખ હતો. મેં એક ટાસ્ક પસંદ કરી રૂ.1000 તેમને જણાવેલ યુપીઆઈ મારફતે મારા બેંકના ખાતામાંથી ડેબિટ કર્યા હતા તેની સામે મારા ખાતામાં 1300 મળ્યા હતા. આમ નફો મળતા મેં ધીમે ધીમે વધુ પૈસા રોકાણ કરેલા તેની સામે કુલ 1800 નફો થયો હતો. થોડા સમય બાદ સામેથી વધુ કમાવાની મને લાલચ આપતા કુલ 45000 રૂપિયા મેં મોકલ્યા હતા. પરંતુ બીજા દિવસ સુધી કોઈ રિફંડ નહીં મળતા મારી સાથે ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાનું લાગ્યું હતું જેથી મેં સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવી હતી.