Gujarat

1.20 લાખ કૉલ સાથે સાયબર ફ્રોડનો ભોગ બનવામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

By GS TEAM
25 Jun 20252 mins read
TukuTouch Logo
ટ્રાફિકમાં ડ્રાઈવિંગ કરતી વખતે કે ઑફિસ અવર્સમાં કે પ્રસંગમાં વ્યસ્તતા વચ્ચે રોજની બે પાંચ મિનિટો ખાઈ જતાં નકામા કે ફ્રોડના કૉલ્સ જીવનનો એક ભાગ બની ગયા છે. કોઈ એવો દાવો ના કરી શકે કે તેને આવા કૉલ આવતાં જ નથી. ગમે તેટલાં નંબર બ્લોક કરવા છતાં પણ સ્પામ કે ફ્રોડ કૉલ્સ સતત રણકતાં રણકતાં સમય બરબાદ કરતા રહે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

1.20 લાખ કૉલ સાથે સાયબર ફ્રોડનો ભોગ બનવામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે
AI Image

Cyber Fraud in Gujarat: ટ્રાફિકમાં ડ્રાઈવિંગ કરતી વખતે કે ઑફિસ અવર્સમાં કે પ્રસંગમાં વ્યસ્તતા વચ્ચે રોજની બે પાંચ મિનિટો ખાઈ જતાં નકામા કે ફ્રોડના કૉલ્સ જીવનનો એક ભાગ બની ગયા છે. કોઈ એવો દાવો ના કરી શકે કે તેને આવા કૉલ આવતાં જ નથી. ગમે તેટલાં નંબર બ્લોક કરવા છતાં પણ સ્પામ કે ફ્રોડ કૉલ્સ સતત રણકતાં રણકતાં સમય બરબાદ કરતા રહે છે. 

2024-25ના ડેટા પ્રમાણે ભારતના આર્થિક સદ્ધર રાજ્ય તરીકે લેખાતા ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં વધુ સ્પામ અને ફ્રોડ કૉલ્સ દ્વારા એટેક્સ થાય છે. જેમાં રોજ એક ગુજરાતીના ફોનમાં 0.6 થી એક કૉલ્સ ફ્રોડસ્ટર દ્વારા થાય છે અને પ્રતિ ગુજરાતી સરેરાશ રોજના ત્રણ કૉલ્સ સ્પામ કૉલ્સ રિસિવ કરે છે જે તેના કોઈ કામના નથી હોતા. સ્પામ કૉલ્સમાં તે છેતરાતો નથી પરંતુ તેનો અગત્યનો સમય કે તેની અગત્યની પ્રવૃત્તિમાં તેને ખલેલ જરુર પહોંચે છે. 

આ પણ વાંચો: Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 142 તાલુકા ભિંજાયા, 9 ઈંચ જેટલા વરસાદથી અહીં જળબંબાકાર

ગુજરાતીઓએ  રૂ. 156 કરોડ ગુમાવ્યા

2016માં ગુજરાતીઓના મોબાઈલમાં આવતા કૉલ્સની સંખ્યા માસિક 40 મિલિયન કૉલ્સની હતી. એટલે કે અઠવાડિયામાં 1.1 મિલયન કૉલ્સ એટલે કે એક કરોડને દસ લાખ કૉલ્સ અઠવાડિયામાં સ્પામ કે નકામા આવતા. જેમાંથી કેટલાંકમાં લોકો સાયબર ક્રાઈમનો ભોગ બનતા. બેન્કિંગ ફ્રોડમાં પણ ગુજરાતમાં 2023-24માં 1349 કેસ નોંધાયેલા છે જે અગાઉના વર્ષ કરતાં 247 કેસ વધારે છે. સાયબર ફ્રોડ દ્વારા રિકવરી અને ફ્રોઝન એમાઉન્ટ થયું હોય તેવા કેસમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે. જેમાં 2023માં ગુજરાતના લોકોએ રૂ. 156 કરોડ ગુમાવ્યા છે.  

ફાઈનાન્સિયલ ફ્રોડમાં ગુજરાતનો ત્રીજો નંબર 

ફાઈનાન્સિયલ ફ્રોડમાં ગુજરાતનો નંબર ત્રીજો છે. 2024ના ડેટા પ્રમાણે 1.2 લાખ ફાઈનાન્સિયલ ફ્રોડના કેસ નોંધાયા છે. જે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ત્રીજા ક્રમે છે. સૌથી વધુ સાયબર ફ્રોડ ઉત્તર પ્રદેશમાં છે જેની સંખ્યા 200,000 થાય છે. મહારાષ્ટ્રમાં સાયબર ફ્રોડની સંખ્યા 1,30,000 લાખની છે. ત્યાર પછી ગુજરાતના કુલ 1,20,000 સાયબર ફ્રોડ આવે છે. એ પછી ગુજરાત કરતાં 42000 કૉલ્સ ઓછા રાજસ્થાનના છે અને તે ત્રીજા ક્રમે છે. રાજસ્થાન પછી સાયબર ફ્રોડમાં હરિયાણાનો નંબર આવે છે જ્યાં વર્ષના 76,00 કેસીસ નોંધાય છે. 

આ પણ વાંચો: LIVE: કોણ બનશે સરપંચ : આજે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોનું રિઝલ્ટ, પરિણામો આવવાની શરૂઆત

સમગ્ર દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સતત રણકતા સ્કેમવાળા કૉલ્સમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. જાણકારોના મતે ગુજરાત દેશનું સદ્ધર રાજ્ય હોવાથી એકલા ગુજરાતમાં સાયબર ફ્રોડના કેસ પણ ત્રીજા ક્રમના છે. જેના કારણે ગુજરાતમાં સમગ્ર દેશની તુલનામાં વધુ ફ્રોડ કૉલ્સ આવે છે જે રાષ્ટ્રીય આંક કરતાં 15-20 ટકા વધુ છે. 

લોકસભામાં પ્રસ્તુત ફાઈનાન્સિયલ સાયબર ફ્રોડ કેસ NCRB ડેટા 

ક્રમરાજ્યસાયબર ફ્રોડ કેસ
1ઉત્તર પ્રદેશ200,000 કેસ 
2મહારાષ્ટ્ર130,000 કેસ 
3ગુજરાત120,000 કેસ 
4રાજસ્થાન77,800 કેસ 
5હરિયાણા77,800 કેસ