Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં 142 તાલુકા ભીંજાયા, નર્મદા 9 ઈંચ વરસાદથી જળબંબાકાર
Rain in Gujarat: ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. અનેક જિલ્લા અને શહેરોમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તા પર ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં142 તાલુકામાં મેઘરાજાને ધડબડાટી બોલાવી હોવાના અહેવાલ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 8.66 ઈંચ અને તિલકવાડામાં 7.13 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 36 તાલુકામાં 2 થી 8 ઈંચ અને અન્ય 76 તાલુકામાં 2 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો: સુરતના પુણા કુંભારિયા પાસે ખાડીમાં ત્રણ યુવકો ત્રણાયા, બેનો બચાવ, એકની શોધખોળ
છેલ્લા ત્રણ વર્ષનો સરેરાશ વરસાદ
રાજ્યમાં ગઈકાલ સવારે 6 વાગ્યા સુધીમાં કુલ એકંદરે 186.51 મિ.મી. વરસાદ પડ્યો છે. જે સરેરાશ વરસાદની સરખામણીએ 21.15 ટકા જેટલો છે.
ગુજરાતમાં તારીખ 25 જૂન 2025 માટે ભારે વરસાદની ચેતવણી
ગુજરાતમાં તારીખ 26-27 જૂન 2025 માટે ભારે વરસાદની ચેતવણી
ગુજરાતમાં તારીખ 28-29 જૂન 2025 માટે ભારે વરસાદની ચેતવણી