Get The App

પિતાએ પુત્રને હરાવ્યો તો કોઈ એક વોટથી બન્યા સરપંચ, જુઓ ગુજરાતની પંચાયતની ચૂંટણીના પરિણામ

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
પિતાએ પુત્રને હરાવ્યો તો કોઈ એક વોટથી બન્યા સરપંચ, જુઓ ગુજરાતની પંચાયતની ચૂંટણીના પરિણામ 1 - image


Panchayat Election Result: કડી અને વિસાવદરની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ હવે સૌની નજર ગ્રામ પંચાયતના પરિણામ પર પડી છે. બુધવારે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. વધુ સત્તા અપાતાં હવે સરપંચ બનવા દાવેદારો થનગની રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે, ત્યારે પરિણામ બાદ ખબર પડશે કે, પંચાયતો પર કોણે પ્રભુત્વ જમાવ્યુ છે.

અમરેલીમાં વડીયા તાલુકાના ઈશ્વરીયા ગામે 80 વર્ષના બા બન્યા સરપંચ

અમરેલીમાં પણ એક જોરદાર સમાચાર સામે આવ્યા. અહીં મોતીબેન ડાયાભાઈ સૌંદરવા નામના બા સરપંચ બન્યા. તમને જાણીને નવાઈ લાગશે કે એમની વય 80 વર્ષ છે. તેમનો વિજય 386 વોટથી થયો છે. જીતની સાથે તેમ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. 

પિતાએ પુત્રને હરાવ્યો તો કોઈ એક વોટથી બન્યા સરપંચ, જુઓ ગુજરાતની પંચાયતની ચૂંટણીના પરિણામ 2 - image


અરવલ્લીમાં પણ ટાઈ પડી, ચિઠ્ઠી ઉછાળી જાહેર કર્યા સરપંચ 

અરવલ્લીના મેઘરજમાં આવેલી પટેલઢુંઢા પંચાયતના વોર્ડ-6ની મતગણતરી દરમિયાન ટાઈ પડ્યાના અહેવાલ સામે આવ્યા છે. અહીં પણ તંત્ર દ્વારા ચિઠ્ઠી ઉછાળી પરિણામ જાહેર કરાયા. વોર્ડ સભ્ય તરીકે રણજીત ડામોરને વિજેતા જાહેર કરાયા. અહીં લડનારા બંને ઉમેદવારોને 58-58 વોટ મળતાં ટાઈ પડી હતી. 


મતગણતરી કેન્દ્રમાં ગાયો ઘૂસી જતા ભારે દોડધામ 

વડોદરામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીની આજે સવારે મત ગણતરી શરૂ થઈ હતી. દશરથ ખાતે આવેલી એમ.પી.પટેલ હાઇસ્કુલમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલા હતા તે સમયે ગાયો ધસી આવતા ભારે નાસભાગ સર્જાઈ હતી. સ્થળ પર હાજર લોકોએ તેમ જ પોલીસે પણ ગાયોને દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સમયે ગાયો દોડવા લાગતા લોકોમાં પણ નાસભાગ સર્જાઇ હતી. 

પિતાએ પુત્રને હરાવ્યો તો કોઈ એક વોટથી બન્યા સરપંચ, જુઓ ગુજરાતની પંચાયતની ચૂંટણીના પરિણામ 3 - image

ડાંગના ગલકુંડમાં પિતાએ પુત્રને હરાવ્યો 

ડાંગના ગલકુંડ ગ્રામપંચાયતમાં પણ અનોખો કિસ્સો સામે આવ્યો. અહીં પુત્રને હરાવીને પિતા સુરેશ વાઘ હવે સરપંચ બની ગયા છે. પિતાએ 576 મતની લીડ સાથે પુત્રને પરાજિત કર્યો. ગલકુંડ આહવામાં આવેલ છે. 

1 મતથી જીતી બન્યા સરપંચ

મહેસાણામાં પણ પઢારિયા ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામ સામે આવ્યા. અહીં રતનસિંહ ચાવડા સરપંચ પદના ઉમેદવાર હતા જેઓ ફક્ત એક વોટના અંતરથી વિજયથી થતા કૂતુહલ સર્જાયું હતું. 

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ટાઇ પડતાં ચિઠ્ઠી ઉછાળી વિજેતા જાહેર

ગાંધીનગર જિલ્લાની નાદરી ગ્રામ પંચાયતમાં સરપંચ પદના બંને ઉમેદવારોને સરખા મત એટલે કે 338-338 મત મળ્યા હતા, જેથી ટાઇ સર્જાઇ હતી. જેથી ચિઠ્ઠી ઉછાળી વિજેતા નક્કી કરવામાં આવ્યો હતો. ચિઠ્ઠી ઉછાલતાં હાર્દિક બારોટનું નામ ખૂલ્યું હતું. જેથી પરેશ બારોટને હારનો સામનો કરવો પડ્યો હતો. 

ELECTION RESULTS LIVE UPDATES : 

જિલ્લોગ્રામ પંચાયતવિજેતાવોટ
અમદાવાદમોટા ટ્રાડીયાદિનેશભાઈ ખાંભલાજીત
અમદાવાદમાણકોલમહાદેવભાઈ ચૌહાણજીત
અમદાવાદચાચરાવાડીકાંતાબેન ચૌહાણજીત
અમદાવાદનીધરાડરમીલાબેન વાઘેલાજીત
અમદાવાદવઘાસીસંજયભાઈ પરમારજીત
અમદાવાદત્રાડિયાદિનેશ ભાઈ ખાંભલાજીત
અમદાવાદમોટી દેવતીમાણેકબેન લકુમજીત
અમરેલીનાડાળાહીતેષભાઇ કલકાણીજીત
અમરેલીહાવતડરઘુભાઇ ડાંગરજીત
અમરેલીપીપળવાવલકુભાઈ મોભજીત
અમરેલીમેથળીરમીલાબેન મકવાણાજીત
અમરેલીસાળવામહેન્દ્રભાઈ વસાણીજીત
અમરેલીવાકિયાગોકળ ભાઈ ઝાપડાજીત
અમરેલીકોદીયાશારદાબેન સોલંકીજીત
અમરેલીનાળમહેશભાઈ કસોટીયાજીત
અમરેલીપીપળવાવલકુભાઈ મોભજીત
અમરેલીકાચરડીઘનશ્યામભાઈ રાઠોડજીત
અમરેલીઘુઘરાળાહંસાબેન જેબલીયાજીત
અમરેલીદડવામંજુલાબેન બરવાડિયાજીત
અમરેલીખાન ખીજડિયાઅશોકભાઈ દાફડાજીત
અમરેલીદેવળકીસંજયભાઈ ડોબરીયાજીત
અમરેલીદહીથરાજયાબેન રૂદાતલાજીત
અમરેલીથોરડીવિપુલભાઈ બરવાળીયાજીત
અમરેલીભીંગરાડરેખાબેન પરમારજીત
અમરેલીપસપચિયાસોનલબેન ભરેલીયાજીત
અમરેલીમોટા સરાકડીયાખોડાભાઈ ભુવાજીત
અમરેલીજરકાશીબેન પદમાણીજીત
અમરેલીરાજસ્થળીવલભભાઈ નગવાડિયાજીત
અમરેલીપીપળવાવલકુભાઈ મોભજીત
અમરેલીઇશ્વરીયારવિભાઇ માયાપાદરજીત
અમરેલીદલડીજમિયતબેન જાડેજાજીત
અરવલ્લીકઉહુસેનભાઈ વણઝારાજીત
અરવલ્લીનવા વડવાસાબકભાઈ ચૌહાણજીત
અરવલ્લીકઉહુસેનભાઈ વણઝારાજીત
અરવલ્લીસાથરીયારાયચંદભાઈ કટારાજીત
અરવલ્લીજુના વડવાસાચેતનકુમાર દેસાઈજીત
અરવલ્લીસાથરીયારાયચંદભાઈ કટારાજીત
અરવલ્લીગઢડાસુરેખાબેન પટેલજીત
આણંદરાવળાપુરદિનેશભાઈ સોલંકીજીત
આણંદવનોડાપંકીલ પટેલજીત
આણંદવઘાવતકિરીટસિંહ ડાભીજીત
આણંદપરબીયાનિરુબેન પટેલિયાજીત
આણંદજરગાલતહેસીનાબાનું મલેકજીત
આણંદસનાદરાઅફસાનાબીબી પઠાણજીત
આણંદવઘાવતકિરીટસિંહ ડાભીજીત
આણંદગોલાણાલખનસિંહ પરમારજીત
આણંદવાઘાવતકિરીટસિંહ ડાભીજીત
આણંદઅજરપુરાઅંજનાબેન પટેલજીત
આણંદકરિતલાવડીમનુભાઈ પટેલજીત
આણંદનાપાડમીનાબેન પટેલજીત
આણંદનાવલીવિપુલ પટેલજીત
આણંદદહીઅપમહંમદ શાહીદ સૈયદજીત
આણંદઉમલાવદિવ્યેશભાઈ પટેલજીત
આણંદકાંધરોટીપ્રિયંકાબેન ઠાકોરજીત
આણંદકોઠીયાખાડરંજનબેન પઢીયારજીત
આણંદદેવકીવણસોલમનોજભાઈ સોલંકીજીત
આણંદઉમિયાપુરાવિસાજી ઝાલાજીત
આણંદહરખાપુરાનનીલબેન પરમારજીત
આણંદશાહપુરવિપુલ પરમારજીત
આણંદજલસણહિતેનભાઈ પટેલજીત
આણંદડાલીજયાબેન પરમારજીત
આણંદબોદાલવૈશાલીબેન પટેલજીત
આણંદફીણવમીનાબેન મકવાણાજીત
આણંદનંદેલીઉષાબેન ઠાકોરજીત
આણંદવાસણારાજેશભાઈ પટેલજીત
આણંદહરિયાણચેતનભાઈ પટેલજીત
આણંદસદાનાપુરાહર્ષદભાઈ તળપદાજીત
આણંદભીમ તળાવલીલાબેન ગોહેલજીત
આણંદઅરડીસેજલબેન જાદવજીત
આણંદફાંગણીપ્રિતીબેન બારોટજીત
આણંદપોપટપુરાહીરાબેન વણકરજીત
આણંદઝાલા બોરડીદિનેશભાઈ પરમારજીત
આણંદસનાદરાઅફસાનાબીબી પઠાણજીત
આણંદપરબીયાનિરુબેન પટેલિયાજીત
આણંદજરગાલતહેસીનાબાનું મલેકજીત
આણંદઅમરાપુરાગણપતભાઈ ડાભીજીત
કચ્છકાદિયાવિમળાબેન પટેલજીત
કચ્છજરુભરતભાઈ જરુજીત
ગાંધીનગરમૂલસાણારમણજી ભીખાજી ઠાકોરજીત
ગાંધીનગરમોખાસણપૂનમબેન ઠાકોરજીત
ગાંધીનગરકરોલીદિપીકાબેન પંચાલજીત
જામનગરપસાયાભાનુબેન પરમારજીત
જામનગરનંદપુરદિનેશ દુધાગરાજીત
જામનગરખારાવેઢાસુરેશ ગોસ્વામીજીત
જામનગરહડમતીયા(મતવા)દિવ્યેશભાઈ સભાયાજીત
જામનગરસુવરડાવિમલ નાખવાજીત
જુનાગઢવડિયાસોનીંગભાઈ સિંઘવજીત
જૂનાગઢજૂના કોટડાનરસીંગભાઇ ખેરજીત
જૂનાગઢચોટલી વીળીગોવિંદ ચાવડાજીત
જૂનાગઢચિંગરિયાશાંતાબેન સાગરકાજીત
તાપીમેઢસિંગીગોંતીયાભાઈ ઠાકોરજીત
છોટાઉદેપુરરોડધા ગ્રામમેનાબેન રાઠવાજીત
છોટા ઉદેપુરવાવડીશારદાબેન રાઠવાજીત
છોટાઉદેપુરઆંબાડુંગરમીનાબેન જતનભાઈ ભીલજીત
છોટાઉદેપુરપાલસંડાવિપીન તેરસિંગ રાઠવાજીત
દાહોદસેંગપુરઈશ્વરભાઈ રાઠવાજીત
દાહોદજીતપુરાપ્રેમીલાબેન ભીલજીત
દાહોદબોરધાસંજયભાઈ રાઠવાજીત
દાહોદઓલિયાકલમમંજુલાબેન રાઠવાજીત
દાહોદમોટી સઢલીઉમેશભાઈ રાઠવાજીત
દાહોદપોલીસીમળમણીબેન પરમારજીત
દાહોદઆતરસુંબાજશોદાબેન હઠીલાજીત
દાહોદઝરોલા (દુ) ગ્રામઅરુણાબેન ડાંગીજીત
દાહોદસિંગલારામીબેન રાઠવાજીત
દાહોદખાટિયાવાંટસુશીલાબેન રાઠવાજીત
દાહોદઝેરકિશનભાઈ રાઠવાજીત
દાહોદમલાજાજયંતીભાઈ રાઠવાજીત
દાહોદરણધીકપુરહંસાબેન કટારાજીત
દાહોદરામપુરાદિનેશભાઈ ગરાસિયાજીત
દાહોદહિમાલાભૂરીબેન ભાભોરજીત
દાહોદભુતરડીપસવાભાઈ બામણીયાજીત
દાહોદધામણબારીધામણબારીજીત
દાહોદગામડીટીનાબેન નીસરતાજીત
દાહોદનવાગામ 2કલાબેન કોચરાજીત
દાહોદરણધિકપુરહંસાબેન કટારાજીત
દેવભૂમિ દ્વારકાઅણીયારીભગતસિંહ સુમણીયાજીત
દેવભૂમિ દ્વારકાનાગેશ્વરરૂપારીબા સુમણીયાજીત
નર્મદાનર્મદામમતાબેન વસાવાજીત
પાટણવિસાલવાસણામહેશભાઈ પટેલજીત
પાટણઉદેલાચેતનાબેન ઝાલાજીત
પાટણઆંબાપુરાઈશ્વરભાઈ ટેલજીત
પાટણછાણસરાકંચનબેનજીત
પાટણરતનપુરાજગદીશ ભરવાડજીત
પાટણતાવડિયાઅલ્પેશજી ઠાકોરજીત
પાટણઉદેલાચેતનાબેન ઝાલાજીત
પાટણચંદ્રેશ્વરમિત્તલબેન ઠાકોરજીત
પાટણખચરિયાહેતલબેન ઠાકોરજીત
પાટણસુજનીપુરસુરેશભાઈ પ્રજાપતિજીત
પાટણસાતીઆનંદ દેસાઈજીત
પાટણઆંબાપુરાઈશ્વરભાઈ પટેલજીત
પાટણજામવાડારમેશભાઈ ઠાકોરજીત
પાટણકારણકંકુબેન પટ્ટજીત
પાટણહિશોરમફતલાલ ચૌહાણજીત
પાટણપરમહિપતસિંહ જાડેજાજીત
પાટણસરવાહરગોવિંદભાઈ પટેલજીત
પાટણબાવરડાભાણાભાઈ જાખેસરાજીત
પાટણકલ્યાણપુરાસીતાબેન ઠાકોરજીત
બનાસકાંઠાવાસણા શેભરજાકિરહુસેન બિહારીજીત
બનાસકાંઠાભલગામકાંતાબેન પરમારજીત
બનાસકાંઠામેજરપુરાચેતનાબેન ચૌહાણજીત
બનાસકાંઠાભાખરીસોનલબેનજીત
બનાસકાંઠાટાઢોળીનવલીબેન ભાગોરાજીત
બનાસકાંઠાજાણદીનાગજીભાઈ રાઠોડજીત
બનાસકાંઠાટાઢોળી ગામનવલીબેન ભાગોરાજીત
બનાસકાંઠાઆકોલી ક્ષેત્રવાસઆશાબેન દેસાઈજીત
બોટાદરેફડાકાનજીભાઈ વાળાજીત
બોટાદહોળાયાઉમેદભાઈ ખાચરજીત
બોટાદગાઢાળીપરાક્રમસિંહ ગોહિલજીત
બોટાદઈગોરાળામહેશ ખાચરજીત
બોટાદપીપલ તતાણાબચુભાઈ ચોહલાજીત
બોટાદચકમપરવર્ષાબેન અબીયાણીજીત
ભરુચડુંગરાઅઝહર શેખજીત
ભરુચબાડોદરાવિપુલ પટેલજીત
ભરુચબલોતાસુરેશ પટેલજીત
ભરુચવારડીયાનસરીન વલી ગજરાજીત
ભરુચમોતાલીરણજીત વસાવાજીત
ભરુચનિકોરાવૈશાલીબેન વસાવાજીત
ભરૂચઉમરાહેતલબેન પટેલજીત
ભરૂચબંબુસરઉસ્માનગની પટેલજીત
ભરૂચહીંગલોટફારુક મંસૂરીજીત
ભરૂચજૂના તવરાજાગૃતિ પરમારજીત
ભરૂચકહાનવાકનુભાઈ પઢિયારજીત
ભરૂચકેલોદસુરેખાબેન પટેલજીત
ભરૂચનિકોરાઅંબાલાલ પટેલજીત
ભાવનગરગનધોળમંજુલાબેન ચૌહાણજીત
ભાવનગરદેવળિયાહર્ષા બેન પરમારજીત
ભાવનગરજીવાપુરદયાબેન પરમારજીત
મહેસાણાધામણવાઆશાબેન પટેલજીત
મહેસાણાઓળાઆનંદજી ઠાકોરજીત
મહેસાણારૂપપુરાઅજુભા ઝાલાજીત
મોરબીકુંતાસીકુંતાસીજીત
મોરબીપાજરિમીબેન સિપાઈજીત
મોરબીસતાપરગીતાબેન ગણાદીયાજીત
રાજકોટસુલતાનપુરવર્ષાબેન ભાદાણીજીત
રાજકોટબાંદરાપરષોત્તમ ઘોણીયાજીત
રાજકોટવોડીભરત મકવાણાજીત
રાજકોટરીબડાસત્યજિતસિંહ જાડેજાજીત
રાજકોટનવી સાંકળીશિલુબેન વાલાણીજીત
રાજકોટસેલુકામનીષભાઈ ભેડાજીત
રાજકોટફરેણીઈલાબેન શેખવાજીત
રાજકોટભૂખીહરદીપસિંહ રાયજાદાજીત
રાજકોટસણોસરાડો.નફીસાબેન સરસિયાજીત
વડોદરાતેરસાજયેશ પટેલજીત
વડોદરાઅકોટીહેતલબેન બારીયાજીત
વડોદરાપીંડાપાદિનેશ પઢીયારજીત
વડોદરાનવગામાબળવંતભાઈ પરમારજીત
વડોદરાપનસોલીહર્ષિલભાઈ પટેલજીત
વડોદરાશહેરામુકેશભાઈ પઢીયારજીત
વડોદરાતરસાણારમીલાબેમ રાઠોડિયાજીત
વડોદરામેનપુરાવિશાલ પટેલજીત
વડોદરામઢેલીઘનશ્યામભાઈ વસાવાજીત
વડોદરાકામરોલરણજીતભાઈ રાઠોડિયાજીત
વડોદરાભણીયારાકમળાબેન વસાવાજીત
વડોદરાવેમારરણજીત સિંહ ગોહિલજીત
વડોદરાછાણભોંઈકિંજલબેન પટેલજીત
વલસાડઅચ્છારીજશોદાબેન હળપતિજીત
વલસાડનાનગામજયવંતીબેન હિલીમજીત
વલસાડનંદવલાઅજય પટેલજીત
સાબરકાંઠાબામણારીટાબેન પરમારજીત
સાબરકાંઠાદેસાસણભાવિકભાઈ રબારીજીત
સુરતડભારીડભારીજીત
નવસારીપીંજરાપારૂલબેન પટેલજીત
નવસારીકણિયેટ ચોરમલા ભાઠામનાલીબેન ટંડેલજીત
નવસારીપીપલધરારોશનીબેન આહીરજીત
નવસારીસાગરારીંકલબેન પટેલજીત

ભાવનગર

ભાવનગરની દેવળીયા અને જીવાપુર ગ્રામ પંચાયતમાં મતદારોએ મહિલા ઉમેદવારને સુકાન સોંપ્યું છે. દેવળીયામાં હર્ષાબેન ઘનશ્યામભાઈ પરમાર 306 મતોથી વિજય થયો છે, જ્યારે જીવાપુરમાં દયાબેન રમેશભાઈ પરમાર 381 મતથી વિજયી બન્યા છે. 

જૂનાગઢ

માંગરોળની જૂના કોટડા ગામ પંચાયતની ચૂંટણીમાં નરસીંગભાઇ ખેરની જીત થઇ છે. 

આણંદ 

ખંભાતની પોપટપુરા ગ્રામ પંચાયતમાં હીરાબેન ચીમનભાઈ વણકરની જીત થતાં સરપંચ પદે ચૂંટાયા છે. 

રાજકોટ

ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ, ગોંડલ તાલુકાની રીબડા ગ્રામ પંચાયત ચૂંટણી વોર્ડ-8માં સત્યજિતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાનો વિજય

રાજકોટની વેજા ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં મોટાભાઈએ નાના ભાઈને માત આપી છે. 

ગોંડલની વોડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભરત મકવાણાનો વિજય થયો છે. જ્યાં બાંદરા ગ્રામ પંચાયત વોર્ડ-4 પરષોત્તમ કરશનભાઇ ઘોણીયાનો વિજય થયો છે, જ્યારે સુલતાનપુર ગ્રામ પંચાયતના વોર્ડ 7માં  વર્ષાબેન ભાદાણીનો વિજય થયો છે. 

જામનગર 

સુવરડા ગ્રામ પંચાયતમાં વિમલ નાખવાની જીત થઇ છે, જ્યારે હડમતીયા(મતવા) ગ્રામ પંચાયતમાં દિવ્યેશભાઈ સભાયાએ જીત મેળવી છે. 

રાજકોટ

ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ, ગોંડલ તાલુકાની રીબડા ગ્રામ પંચાયત ચૂંટણી વોર્ડ-8માં સત્યજિતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાનો વિજય

અમરેલી 

અમરેલીની દલડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જમિયતબેન જાડેજાનો 16 મતોથી વિજય થયો છે. જ્યારે ઇશ્વરીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રવિભાઇ માયાપાદરનો 150 મતોથી વિજય થયો છે. 

જિલ્લો - અમરેલી 

તાલુકો - ખાંભા 

ગામ -  પીપળવા 

વિજેતા સરપંચ -  વલકુભાઈ દદુ ભાઈ મોભ 

મતોથી વિજેતા-565

પિતાએ પુત્રને હરાવ્યો તો કોઈ એક વોટથી બન્યા સરપંચ, જુઓ ગુજરાતની પંચાયતની ચૂંટણીના પરિણામ 4 - image

અમરેલી

અમરેલી જિલ્લામાં આજે 10 તાલુકા મથકોએ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ 

77 ગ્રામ પંચાયતના સરપંચ અને 12 ગામોની પેટા ચૂંટણી ગણતરી સહિત 2012 સભ્ય પદોની ગણતરી ચાલી રહી છે 

અમરેલી જિલ્લામાં કુલ 1216 ઉમેદવારોનો આજે ફેસલો થશે

મતગણતરીમાં જિલ્લામાં 200 જેટલા કર્મચારીઓ કામગીરીમાં જોડાયા. 

દરેક તાલુકા મથકોએ પાંચ ટેબલો ઉપર ત્રણ ત્રણ કર્મચારીઓ મત ગણતરી કરી રહ્યા છે. 
પિતાએ પુત્રને હરાવ્યો તો કોઈ એક વોટથી બન્યા સરપંચ, જુઓ ગુજરાતની પંચાયતની ચૂંટણીના પરિણામ 5 - image

મતગણતરીની શરૂઆત

હાલ તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ માટેની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

કડક સુરક્ષા વચ્ચે શરૂ કરાઈ મત ગણતરી

મતગણતરી શાંતિપૂર્વક રીતે અને નિષ્પક્ષ રહે તે માટે તમામ મતગણતરીના કેન્દ્રો પર કડક પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેના કારણે કોઈપણ અનિચ્છનીય બનાવને ટાળી શકાય. આ આખી મતગણતરીની પ્રક્રિયા CCTV કેમરાની દેખરેખ હેઠળ રહેશે.

58.56 લાખ મતદારો, 3656 સરપંચ, 16224 સભ્યોને ચૂંટાશે

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 3656 સરપંચ માટે 8 હજારથી વધુ ઉમેદવાર ચૂંટણી મેદાને છે. જ્યારે16,224 સભ્યો માટે 70 હજારથી વધુ દાવેદારો ચૂંટણી લડી રહ્યાં છે. સામાન્ય, મધ્યસત્ર ચૂંટણીમાં કુલ 78.20 ટકા મતદાન નોંધાયુ છે. 30,48,434 પુરૂષ અને 28,06,561 મહિલા મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો. કુલ મળીને 81 લાખ મતદારો પૈકી 58.56 લાખ મતદાતાઓએ મતદાન કર્યુ હતું. ડાંગમાં સૌથી વધુ 89.54 ટકા જ્યારે પોરબંદરમાં સૌથી ઓછું 66.77 ટકા મતદાન નોંધાયુ હતું. વડોદરાના પાદરા તાલુકાના નરસિંહપુરા સહિત અન્ય બે સ્થળોએ ફરી મતદાન કરવા પણ નક્કી કરાયુ હતું.

 આ પણ વાંચોઃ અમદાવાદીઓ હવે જાતે જ મિલકતની આકારણી કરી શકશે, AMCએ લોન્ચ કરી નવી એપ્લિકેશન

નોધનીય છે કે, રાજકીય પક્ષના નિશાન આધારે પંચાયતની ચૂંટણી લડાતી નથી તેમ છતાંય પાછલા બારણે સમર્થન જરૂર આપવામાં આવે છે. આ કારણોસર પંચાયતોના પરિણામ પર પણ રાજકીય પક્ષોની નજર હોય છે. ગત વખત કરતાં આ વખતે સમરસ પંચાયતોની સંખ્યા ઓછી થઈ છે. જાતિગત-સ્થાનિક સમીકરણ ઉપરાંત સરપંચને વધુ મળેલી સત્તાને કારણે પંચાયતની ચૂંટણીનો જંગ કશ્મકસભર્યો બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, બે હજાર બેઠકો પર ઉમેદવારોએ ઉમેદવારી જ નથી નોંધાવી. કડી અને વિસાવદરની પેટાચૂંટણીને કારણે કડી, જોટાણા, વિસાવદર, જૂનાગઢ વિસ્તારની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવામાં આવી નથી.

આ પણ વાંચોઃ ચોટીલાની તક્ષશિલા સ્કૂલની વિદ્યાર્થિનીને લાખણકા ગામની સ્વામી વિવેકાનંદ સ્કૂલનું એલસી અપાયું

અમદાવાદ જિલ્લામાં 9 સ્થળોએ મતગણતરી, 15 પંચાયતો સમરસ 

અમદાવાદ જિલ્લામાં વિરમગામમાં જાદવપુરા, શિવપુરા, ચંદ્રનગર, ડુમાણા, કાળીયાણા, થોરીવડગાસ પંચાયત સમરસ થઈ છે જ્યારે ધોલેરામાં આંબલી, કાદીપુર, ગોગલા, પીપળી, સરસલાપરા અને દેત્રોજ-રામપુરાની કાંત્રોડી, જેઠીપુરા પંચાયતો પણ સમરસ જાહેર કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં બાવળા, દસક્રોઈ, વિરમગામ, માંડલ, સાણંદ, દેત્રોજ અને ધંધુકા તાલુકાની પંચાયતો માટે 9 સ્થળો મતગણતરી થશે. કુલ 28 મતગણતરી હૉલમાં 42 ટેબલો ગોઠવવામાં આવ્યા છે. કાયદો વ્યવસ્થા જાળવવા 297 પોલીસ કર્મચારીઓને તૈનાત કરાયા છે.

Tags :