For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદમાં કે.ડી હોસ્પિટલ પર સાયબર એટેક, સર્વર હેક કરીને બીટકોઇનમાં 70 હજાર ડોલરની માગ કરાઈ

કે.ડી. હોસ્પિટલમાં અનેક VIP અને VVIP દર્દીઓ દાખલ થઈ ચૂક્યા છે જેમનો ડેટા પણ હોસ્પિટલમાં છે

આ એટેક થતાં જ હોસ્પિટલ દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે

Updated: May 16th, 2023

અમદાવાદમાં કે.ડી હોસ્પિટલ પર સાયબર એટેક, સર્વર હેક કરીને બીટકોઇનમાં 70 હજાર ડોલરની માગ કરાઈ

PIXABAY




અમદાવાદઃ ગુજરાતમાં કંપનીઓ, પેઢીઓ, હોસ્પિટલ કે પછી ઓનલાઈન બિઝનેસ પોર્ટલ સહિતના કોમ્પ્યુટર નેટવર્ક મારફતે સાયબર હૂમલાઓ થવા માંડ્યા છે. ગુજરાતની કંપનીઓ હાલ આ પ્રકારના રેન્સમવેર વાયરસનો ભોગ બની રહી છે. ગુજરાતમાં 2022માં જ આ પ્રકારે 79 સાયબર એટેક નોંધાયા હતા, જેમાં મુખ્યત્વે વડોદરા, સુરત, અમદાવાદની કંપનીઓ ટાર્ગેટ બની હતી. હવે આજે અમદાવાદની કે.ડી હોસ્પિટલમાં રેન્સમવેરનો એટેકે થયો છે. જેના કારણે હોસ્પિટલનું સર્વર ડાઉન થઈ ગયું છે. સાયબર એટેક કરીને હોસ્પિટલ પાસે 70 હજાર ડોલર બીટ કોઈનમાં ટ્રાન્સફર કરવા માંગણી કરવામાં આવી છે. 

સીસીટીવી સહિતના ડેટા ગાયબ થઈ ગયા
રેન્સમવેરના આ એટેક અંગે જાણ થતાં કે.ડી હોસ્પિટલ દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. કે.ડી હોસ્પિટલમાં અનેક VIP અને VVIP દર્દીઓ દાખલ થઈ ચૂક્યા છે જેમનો ડેટા પણ હોસ્પિટલમાં છે.શહેરમાં વૈષ્ણૌદેવી સર્કલ પાસે આવેલ કે.ડી હોસ્પિટલમાં રેન્સમવેર એટેક થતા હોસ્પિટલનું સર્વર ડાઉન થઈ ગયું છે.હોસ્પિટલની ફાઇલ,દર્દીઓનો ડેટા અને સીસીટીવી સહિતના ડેટા ગાયબ થઈ ગયા છે. સાયબર એટેક કરી કોમ્પ્યુટર સર્વરને નિશાન બનાવવામાં આવ્યું છે.આ એટેક થતા જ હોસ્પિટલ દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

સર્વસ ડાઉન થયા હોવાનું રટણ કરવામાં આવ્યું
અમદાવાદ ગ્રામ્ય SP અમિત વસાવાએ મીડિયાને જણાવ્યું હતું કે રેન્સમવેર એટેક એક પ્રકારનો વાયરસ હોય છે.આ વાયરસ સિસ્ટમમાં આવતા જ સિસ્ટમમાં ફેલાઈ જાય છે.સિસ્ટમની તમામ ફાઇલ લોક કરી દે છે.આ ફાઇલ ખોલવા પૈસાની માંગણી કરવામાં આવે છે.સ્ક્રીન પર જ ફાઇલ આવી જાય છે જેમાં બીટકોઇનનું એડ્રેસ આવે છે તેમ પૈસા ટ્રાન્સફર કરવાના હોય છે પરંતુ અમે ક્યારેય પૈસા ટ્રાન્સફર કરવાની સલાહ આપતા નથી.કે.ડી હોસ્પિટલની સિસ્ટમ સારી છે તેમની પાસે બેકઅપ પણ છે.ટૂંક સમયમાં સિસ્ટમ શરૂ થઈ જશે. અમારી ટીમ પણ કે.ડી હોસ્પિટલની મદદ કરી રહી છે.આ મામલે કે.ડી હોસ્પિટલની ફરિયાદ નોંધવાની તજવીજ પણ ચાલુ છે. કે.ડી હોસ્પિટલ દ્વારા શરૂઆતમાં સર્વસ ડાઉન થયા હોવાનું રટણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ CEO દ્વારા ફોન ઉઠાવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.


Gujarat