Get The App

જામનગરમાંથી ક્રિકેટનો સટ્ટાખોર મોબાઈલફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો : એક બુકીનું નામ ખુલ્યું

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાંથી ક્રિકેટનો સટ્ટાખોર મોબાઈલફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો : એક બુકીનું નામ ખુલ્યું 1 - image

Jamnagar Cricket Betting : જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58 માં રહેતો અશોક તુલસીદાસ માવ નામનો શખ્સ ગઈકાલે જાહેરમાં પોતાના મોબાઈલ ફોનની આઇ.ડી. મારફતે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યો હોવાનું ધ્યાનમાં આવતાં સિટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડી તેને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી રૂપિયા દસ હજારની કિંમતનો મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિતનું સામાન કબજે કર્યો છે.

પોલીસની પૂછપરછ દરમિયાન પોતે જામનગરમાં રહેતા શંકરભાઈ ઉર્ફે સી.ડી.રામાણી નામના ક્રિકેટના બુકી સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાનું કબૂલતા પોલીસે શંકરભાઈને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.