For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Covid 19: રાજ્યમાં આજે નોંધાયા રેકોર્ડ બ્રેક 8920 કેસ, 94 દર્દીઓનાં મોત ,કુલ મૃત્યુઆંક 5170

Updated: Apr 16th, 2021

Article Content Imageગાંધીનગર, 16 એપ્રિલ 2021 શુક્રવાર

ગુજરાતમાં કોરોના વાયરસ કેસનાં આંકડા દરરોજ નવો  રેકોર્ડ બનાવી રહ્યા છે, જે તીવ્ર ગતિએ કેસ નોંધાઈ રહ્યા છે. અને મૃત્યુંઆક વધી રહ્યો છે, તેનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, રાજ્યમાં આજે રેકોર્ડ બ્રેક 8920 નવા કેસ નોંધાયા છે. તો 94 દર્દીઓનાં કરૂણ મોત થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5170 થઇ ગયો છે.   

રાજ્યમાં આજે 3387 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી છે. તે સાથે અત્યાર સુધીમાં 3,29,781 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 49,737 થઇ ગઇ છે. જેમાંથી 283 દર્દીઓ વેન્ટિલેટર પર અને 49,454 દર્દીઓની સ્થિતી સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 85.73 ટકા થયો છે. 

રાજ્યમાં આજે કુલ  94 લોકોના મોત થયા છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત  કોર્પોરેશનમાં 24,  રાજકોટ કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન-8, રાજકોટ 5, મોરબી 4, સુરેન્દ્રનગર 3, ડાંગ 2, જામનગર 2, જામનગર કોર્પોરેશન 2, સાબરકાંઠા 2, સુરત 2,  અમદાવાદ 1, દેવભૂમિ દ્વારકા 1, મહીસાગર 1, મહેસાણા 1, પંચમહાલ 1, વડોદરા 1 અને વલસાડ 1  મોત સાથે મૃત્યુઆંક વધીને 5170 થયો છે.

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કોર્પોરેશનમાં 2842,  સુરત કોર્પોરેશનમાં 1522, રાજકોટ  કોર્પોરેશનમાં 707,  વડોદરા કોર્પોરેશનમાં 429, સુરત 398, મહેસાણા 330,  જામનગર કોર્પોરેશન 192,  ભરુચ-173, વડોદરા 171,  પાટણ 125, જામનગર 122, નવસારી 117, ભાવનગર કોર્પોરેશન 112, બનાસકાંઠા 110,  અમરેલી 92, દાહોદ 91, કચ્છ 89,  ભાવનગર 85, આણંદ 81, પંચમહાલ 79, તાપી 78, ગાંધીનગર 75, જૂનાગઢ કોર્પોરેશન-74, સુરેન્દ્રનગર 69, ગાંધીનગર કોર્પોરેશન  67, નર્મદા 67,  સાબરકાંઠા 66, મહીસાગર 62, જુનાગઢ-61, અમદાવાદ 56, મોરબી 55, રાજકોટ 52, વલસાડ 52, ખેડા 46, બોટાદ 40,  ગીર સોમનાથ 32 કેસ નોંધાયા હતા. 

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 87,11,085 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 13,02,796 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,00,13,881 લોકોને રસી લગાવવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 74,100 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,571 વ્યક્તિઓને બીજો ડોઝ લગાવવામાં આવ્યો છે. 

Gujarat