Get The App

બનાસકાંઠામાં પિતરાઈ બહેને પ્રેમી સાથે મળી કરી ભાઈની હત્યા, સાટા પદ્ધતિથી થયેલા લગ્નથી મંજુ હતી નારાજ

Updated: May 15th, 2025

GS TEAM

Google News
Google News
બનાસકાંઠામાં પિતરાઈ બહેને પ્રેમી સાથે મળી કરી ભાઈની હત્યા, સાટા પદ્ધતિથી થયેલા લગ્નથી મંજુ હતી નારાજ 1 - image


Banaskantha News : બનાસકાંઠાના ડિસામાં પિતરાઈ બહેને પ્રેમી સાથે મળીને ભાઈની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાટા પદ્ધતિથી બહેન નારાજ હતી અને અન્ય યુવકના પ્રેમમાં હતી. જ્યારે ભાઈની હત્યા કરવાથી સાટા પદ્ધતિ અનુસાર લગ્ન વિચ્છેદ એટલે તૂટી શકે તેવી બહેને માનસિકતાથી પ્રેમી અને અન્ય એક યુવકની મદદથી પિતરાઈ ભાઈની હત્યા નીપજાવી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે પિતરાઈ બહેન અને પ્રેમી સહિત કુલ ત્રણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પ્રેમી સાથે મળીને કરી પિતરાઈ ભાઈની હત્યા

મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના ડિસા તાલુકાના જાવલ ગામના ગણેશભાઈ પટેલ અને પિતરાઈ બહેન મંજુ પટેલના સાટા પદ્ધતિથી લગ્ન થયા હતા. જોકે, મંજુને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી તે સાટા પદ્ધતિથી કરાયેલા લગ્નથી નારાજ હતી. જ્યારે ગત 10 મેના રોજ મૃતક ગણેશભાઈ જ્યારે ખેતરમાં સૂઈ રહ્યા હતા, ત્યારે  મંજુએ તેના પ્રેમી સહદેવ પટેલ અને અન્ય એક શખ્સ ભરત પટેલ સાથે મળીને પિતરાઈ ભાઈને કુહાડી અને તલવારના ઘા મારીને હત્યા નીપજાવી હતી. 

આ પણ વાંચો: વડોદરાના ડેસરમાં વિચિત્ર કિસ્સો: ભૂત વળગ્યું હોવાનું કહીને દર્દીના સગાએ ડોક્ટર પર કર્યો હુમલો, દર્દીનું મોત

સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આદરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જાણવા મળ્યું હતું કે, મંજુ પ્રેમી સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. જોકે તેના સાટા પદ્ધતિથી લગ્ન થયા હતા. આમ સાટા પદ્ધતિથી લગ્ન થયા હોવાથી જો પિતરાઈ ભાઈનું મોત નીપજવામાં આવે તો તેના લગ્ન તૂટી શકે તેવી માનસિકતા રાખીને મંજુએ પ્રેમી અને અન્ય એક યુવક સાથે મળીને પિતરાઈ ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાના બનાવીને લઈને પોલીસે પિતરાઈ બહેન, પ્રેમ અને અન્ય એક શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


Tags :