જામજોધપુરમાં 11 વર્ષની એક બાળા સાથે અડપલાં કરવા અંગેના કેસમાં વેપારીને અદાલતે 5 વર્ષની કેદની સજા ફટકારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Molestation Case : જામનગર જિલ્લાના જામજોધપુરમાં 45 વર્ષના એક વેપારીએ પોતાની દુકાનમાં વસ્તુ લેવા આવેલી 11 વર્ષની બાળકી સાથે અડપલાં કરી છેડછાડ કરી હતી, જે અંગે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા અને દંડનો હુકમ કર્યો છે, જ્યારે ભોગ બનનાર બાળકીને રૂપિયા બે લાખનું વળતર આપવા પણ હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકીકત એવી છે કે જામજોધપુર પંથકમાં રહેતા એક ફરિયાદીની સગીર વયની પુત્રી ભોગ બનનાર (ઉંમર વર્ષ 11) ને આ કામના આરોપી ચંદુ નાથાભાઈ ચાવડા (ઉંમર વર્ષ 45, રહેવાસી-જામજોધપુર)એ ભોગ બનનાર આરોપીની દુકાને નાસ્તો લેવા ગઈ હતી, ત્યારે આરોપીએ પોતાના ઘરના વાસણ સાફ કરી દે તેમ કહી હાથ પકડી આરોપીની દુકાનની બાજુમાં જ પોતાનું ઘર હોય ત્યાં લઈ જઈ અને ભોગ બનનાર સાથે જબરજસ્તી કરી ભોગ બનનારના શરીરે હાથ ફેરવવા લાગ્યો હતો.
ત્યારબાદ ભોગ બનનારના નીચેના કપડા કાઢી આરોપીએ પોતાના પેન્ટ ખોલી પોતાનું અંગ ભોગ બનનારના શરીરને અડાડવા લાગતાં ભોગ બનનાર રડવા લાગી હતી. જેથી આરોપીએ ભોગ બનનારને કહયું હતું કે આ વાત કોઈને કહીશ તો હું તને ગળું દબાવી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
જોગે ભોગ બનનારે તેમના ભાભુને બનાવની હકીકત જણાવી હતી, જેથી આરોપી વિરુદ્ધ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 354, 354 ક.1, 2 તેમજ 506-2 તથા પોક્સોની કલમ 8.12 મુજબ ફરિયાદ નોંધાવી હતી.
જે કેસ મેજી. આર.પી.મોગેરાની પોકસો કોર્ટમાં ચાલી જતાં જેમાં સરકાર તરફે 12 જેટલા સાહેદ તથા દસ્તાવેજ પુરાવા રજુ કરાયા હતા, તેમજ સરકાર તરફની દલીલ ગ્રાહય રાખી આરોપીને તકસીરવાન ઠરાવી પોક્સો કલમ આઠમાં પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 15,000નો દંડ, અને દંડ ન ભરે તો છ માસની વધુ સખત કેદની સજા તેમજ પોક્સો કલમ 12 મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા, તથા રૂપિયા 10,000 દંડ અને દંડના ભરે તો વધુ ત્રણ માસની સખત કેદની સજા, તથા આઈપીસી કલમ 506-2 મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 5,000 નો દંડ અને દંડના ભરે તો વધુ ત્રણ માસની સખત કેદની સજા તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂપિયા બે લાખ પુરા ચૂકવવા તેવો હુકમ સ્પેશિયલ પોકસો કોર્ટના જજ આર.પી.મોગેરા દ્વારા કરાયો છે.









