Gujarat

દશરથ ગામમાં દારુ વેચતું દંપતી: પત્ની ઝડપાઇ, પતિ વોન્ટેડ

By GS TEAM
25 Oct 20251 min read
TukuTouch Logo
દશરથ ગામમાં વિદેશી દારૂનો ધંધો કરતા દંપતી પૈકી પત્નીને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે તેની પાસેથી દારૂની 53 બોટલ કબજે કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દશરથ ગામમાં દારુ વેચતું દંપતી: પત્ની ઝડપાઇ, પતિ વોન્ટેડ

દશરથ ગામમાં વિદેશી દારૂનો ધંધો કરતા દંપતી પૈકી પત્નીને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે તેની  પાસેથી દારૂની 53 બોટલ કબજે કરી  છે.

દશરથ ગામ માળી મહોલ્લામાં રહેતો કમલેશભાઇ માળી વિદેશી દારૃનો જથ્થો લાવ્યો  છે. તેણે દારૂનો જથ્થો પોના ઘરે દાદરની બહાર નીચે સંતાડી રાખ્યો  છે અને તેની પત્ની દારુ વેચાણ કરતી હોવાની માહિતી પીસીબી  પોલીસને મળતા પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા કાજલબેન મળી આવી હતી.  પોલીસે તેની પાસેથી દારૂની 53 બોટલ કિંમત રૂપિયા 15,900 ની કબજે કરી છે. પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા કેટલા સમયથી દારૂનો ધંધો કરતી હતી, કોની પાસેથી દારુ લાવતી હતી ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.