Gujarat

દાહોદમાં ડીડીઓ સહિત 5 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

By GS Team
6 Jul 20202 mins read
This article was originally published on 6 Jul 2020
દાહોદમાં ડીડીઓ સહિત 5 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

દાહોદ તા. 6 જુલાઇ 2020 સાેમવાર

દાહોદમાં સતત કોરોના પોઝિટિવ આંકડાઓમાં વધારો થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આજે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રચીત રાજ સહિત પાંચ વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા  દાહોદ જિલ્લા વહીવટી તંત્રમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. 

વધતા કેસોને પગલે એલર્ટ થઈ ગયેલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેર સહિત જિલ્લામાં સઘન નાકાબંધી સહિતની કામગીરીમાં  જોતરાઈ ગઈ છે. દાહોદમાં અત્યાર સુધી કુલ કોરોના પોઝિટિવનો આંકડો 73 અને એક્ટીવ કેસો 24 જેમાં ૩ દર્દીઓના અત્યાર સુધી મૃત્યુ થયા હોવાની સત્તાવાર મળતી માહિતી પ્રમાણે જાણવા મળે છે. 

આજે 136 કોરોના રિપોર્ટ સેમ્પલોના પરિણામ આવ્યા હતા.જેમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રજીત રાચનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ સહિત જિલ્લા વહીવટી તંત્રમાં ચકચાર મચી જવા પામી છે. જિલ્લા વિકાસ અધિકારી સાથે સાથે બીજા ૪ કોરોના દર્દીઓનો પોઝીટીવ રિપોર્ટ પૈકી જેમાં ફરજાનબેન ગફારભાઈ (ઉ.વ.51, રહે. દાહોદ),  ઈન્દુ નગીન પરમાર (ઉ.વ.60, મોટાઘાંચીવાડ, દાહોદ), મહોમ્મદ રફીક અબ્દુલસલામ ભુંગા (ઉ.વ.51, રહે. નાના ડબગરવાડ, દાહોદ) અને સમીરભાઈ જશવંતભાઈ દેવદર (ઉ.વ.36, રહે. દાહોદ) એમ આ કુલ પાંચ વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. 

પાંચ વ્યક્તિ પૈકી ફરજાનબેન ગફારભાઈ કુંજડાનું મૃત્યુ થયું હોવાની મળતી સત્તાવાર માહિતી પ્રમાણે દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી કુલ ૩ દર્દીઓ મોતને ભેટયા છે. દાહોદમાં વધતા જતાં કોરોના સંક્રમણને પગલે જિલ્લા આરોગ્ય વિભાગમાં ચિંતાના માહોલ સાથે સાથે કામગીરીમાં પણ વધારો થવા માંડયો છે.

દાહોદ જિલ્લાવાસીઓએ પોતાની સાવચેતનીના પગલે સ્વંય પણ તંત્રને સાથ અને સહકાર આપી કામ વગર ઘરની બહાર ન નીકવુ અને કામથી નીકળવું તો માસ્ક અને સેનેટરાઈઝરનો ઉપયોગ અવશ્ય કરવો જાઈએ. આમ, દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને દાહોદ જિલ્લાવાસીઓ દ્વારા સાથ અને સહકાર આપવામાં આવે તો આવનાર દિવસોમાં કોરોના સંક્રમણનું પ્રમાણ દાહોદમાં જરૃરથી ઘટશે .

પરંતુ હાલ છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક અને ગઈકાલ અને આજેથી એમ બે દિવસમાં 13 કેસો નોંધાતા જિલ્લાવાસીઓમાં એક પ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.