Gujarat

વિકાસ સહાય કોરોના સંક્રમિત રિપોર્ટ એક સપ્તાહ બાદ સોંપશે

By GS Team
12 Feb 20222 mins read
This article was originally published on 12 Feb 2022
વિકાસ સહાય કોરોના સંક્રમિત રિપોર્ટ એક સપ્તાહ બાદ સોંપશે

રાજકોટ તોડકાંડની તપાસ કરી રહેલા 

વિકાસ સહાયે મનોજ અગ્રવાલનું નિવેદન નોંધેલું  સંપર્કમાં આવેલા અધિકારીઓનો કોરોના ટેસ્ટ કરાશે

અમદાવાદ : ગુજરાત પોલીસના ટ્રેનીંગ વિભાગના ડીજીપી  વિકાસ સહાય અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા બંને હોમ આઇસોલેશનમાં છે. વિકાસ સહાય દ્વારા છેલ્લાં ઘણા દિવસથી રાજકોટ પોલીસ કમિશનર સામે થયેલા તોડકાંડના આક્ષેપોની તપાસ કરવામાં આવી રહી હતી અને ગુરૂવારે જ તેમણે મનોજ અગ્રવાલનું આ મામલે નિવેદન પણ નોંધ્યું હતું.

જો કે હવે રિપોર્ટ તૈયાર કરવાનો બાકી હોવાથી આઇસોલેશન પિરિયડ બાદ તૈયાર કરીને ડીજીપી આશિષ ભાટીયાને સોંપવામાં આવશે. રાજકોટ પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ પોલીસ  અિધકારીઓ પર 75 લાખ રૂપિયાનું કમિશન લઇને તોડબાજી કરવાનો ગંભીર આક્ષેપ થયો હતો.

જે કેસની તપાસ કરી રહેલા  ટ્રેનીંગ વિભાગના ડીજીપી વિકાસ સહાયને છેલ્લાં બે દિવસથી સામાન્ય શરદી- ઉધરસ અને તાવની અસર જણાતા તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં કોરોના પોઝીટીવ આવ્યો હતો. તેમના પત્નીનો રિપોર્ટ પોઝીટીવ આવતા બંને તબીબી સલાહ મુજબ હોમ આઇસોલેશન કરાયા છે. જેમાં હવે કોરોના ગાઇડલાઇન મુજબ સાત દિવસ આઇસોલેશનમાં રહેવાની સુચના આપવામાં આવી છે.

જેના કારણે હવે રાજકોટ તોડકાંડની તપાસનો રિપોર્ટ મોડો સોંપવામાં આવશે. કારણ કે હજુ ગુરૂવારે જ પોલીસ કમિશનર મનોજ  અગ્રવાલનું નિવેદન કરાઇ પોલીસ ટ્રેનીંગ એકેડમી ખાતે નોંધ્યું હતું. જેથી મનોજ અગ્રવાલ સહિત આ કેસના ફરીયાદીઓને કોરોના રિપોર્ટ કરાવી લેવા માટે સુચના આપવામાં આવી છે.