આજવા રોડની વિવિધ સોસાયટીમાં આજવા બેલેન્ચિંગ રિઝર્વોયર હેડ વર્ક્સ માટે 5 વર્ષનો O&Mનો ઇજારો 18 ટકા વધુ ભાવે આવતા વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : આજવા બેલેન્ચિંગ રિઝર્વોયર હેડ વર્ક્સ વડોદરા ખાતે 5 વર્ષના O&M સાથે GSR, પમ્પ હાઉસ, ફીડર લાઇન Ele./Mech કામનું બાંધકામના કામે મે.આકાર કન્સ્ટ્રકશનનુ નેટ અંદાજીત રકમ રૂ.11,49,77,512થી 18.90% વધુ મુજબ એટલેકે રૂ.13,67,08,261.77ના ભાવપત્રને (GST સિવાય) સ્થાયિ સમિતી સમક્ષ રજુ કરી મંજુરી મેળવી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
પૂર્વ ઝોનમાં વહીવટી વોર્ડ નં-5માં આજવા રોડ વિસ્તારમાં આવેલ એક્તા નગર, અમરદીપ ડુપ્લેક્ષ, અમરદીપ બંગ્લોઝ, હરીદર્શન ટાઉનશીપ વગેરે સોસાયટી તથા આસપાસના વિસ્તારમાં હાલ પાણીના લો પ્રેશરનો પ્રશ્ન હોઈ સ્થળ તપાસને અંતે પાણીના લો પ્રેશર સમસ્યાઓના નિરાકરણ અર્થે આજવા બેલેંસીંગ રિઝર્વોયરના કમ્પાઉન્ડની અંદર નવિન બુસ્ટર બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. જે મુજબ ઉપરોક્ત જણાવેલ આજવા બેલેન્ચિંગ રિઝર્વોયર હેડ વર્ક્સ વડોદરા ખાતે 5 વર્ષના O&M સાથે GSR, પમ્પ હાઉસ, ફીડર લાઇન Ele./Mech કામનું બાંધકામના કામે મેસર્સ રે ઈન્ફ્રા પ્રા.લી. પાસે કરાવવા વર્કઓર્ડર આપ્યો છે.









