Gujarat

લાલપુરના નવાગામમાં આવેલી ખાનગી સોલાર કંપનીના એરિયામાં અજાણ્યા શખ્સો દ્વારા કીમતી વાયરોને કટીંગ કરવાનું કારસ્તાન

By GS Team
5 Oct 20251 min read
This article was originally published on 5 Oct 2025
TukuTouch Logo
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવા ગામ વિસ્તારમાં આવેલી ખાનગી સોલાર કંપનીના એરિયામાં કોઈ અજાણ્યા શખ્સો એ પ્રવેશ કરીને અતિ કીમતી વાયર કટીંગ કરવાની કોશિશ કરી હતી, જેથી કંપનીમાં એકાએક ટ્રીપિંગ આવી ગયું હતું, અને કંપનીને આશરે એકાદ કરોડ રૂપિયાની નુકસાની પહોંચી છે. જે મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાલપુરના નવાગામમાં આવેલી ખાનગી સોલાર કંપનીના એરિયામાં અજાણ્યા શખ્સો દ્વારા કીમતી વાયરોને કટીંગ કરવાનું કારસ્તાન

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવા ગામ વિસ્તારમાં આવેલી ખાનગી સોલાર કંપનીના એરિયામાં કોઈ અજાણ્યા શખ્સો એ પ્રવેશ કરીને અતિ કીમતી વાયર કટીંગ કરવાની કોશિશ કરી હતી, જેથી કંપનીમાં એકાએક ટ્રીપિંગ આવી ગયું હતું, અને કંપનીને આશરે એકાદ કરોડ રૂપિયાની નુકસાની પહોંચી છે. જે મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

જામનગર નજીક લાલપુર તાલુકાના નવાગામમાં પી.વી. સોલાર કંપની આવેલી છે, જે ખાનગી કંપનીના એરિયામાં 220 કે.વી.ની ઇલેક્ટ્રિકની હેવી લાઈન પાથરવામાં આવી છે, અને તેના અતિ કીમતી વાયરો બીછાવેલા છે, જેના આધારે કંપની નો પાવર પ્લાન્ટ ચાલી રહ્યો છે.

જે એરિયામાં કોઈ અજ્ઞાત વ્યક્તિ એ પ્રવેશ મેળવી લીધો હતો, અને કંપનીના અતી કીમતી ગણાય એવા ઇલેક્ટ્રીક વાયરને ધારદાર હથીયાર વડે કાપવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે કંપનીમાં પાવર પ્લાન્ટ ટ્રીપ થઈને આશરે ત્રણેક કલાક સુધી પ્લાન્ટ બંધ પડી ગયો હતો. જે પ્લાન્ટ બંધ થવાથી કંપનીને આશરે એકાદ કરોડનું આર્થિક નુકસાન પહોંચ્યું હતું.

તેથી સમગ્ર મામલો મેઘપર પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને ખાનગી કંપનીના જવાબદાર પ્રતિનિધિ જય કુમાર વિનોદભાઈ સાપરિયાએ મેઘપર પોલીસ મથકમાં રૂપિયા એકાદ કરોડનું નુકસાન પહોંચાડનાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.