સુરતના પાંડેસરામાં ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીની પર પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : સુરતના પાંડેસરામાં પાડોશી યુવકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ કર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થિની તેના ઘરેથી પુસ્તકો લેવા માટે બહાર નીકળી હતી તે દરમિયાન પાડોશમાં રહેતો પરિચિત યુવકે બાઈકે બેસી જવા કહ્યું હતું, તેથી તે બાઈકમાં બેસતાં તેને ઝાડીઓમાં સૂમસામ જગ્યાએ લઈ જઈને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેના વાલીએ ફરિયાદ નોંધાવતાં પાંડેસરા પોલીસે આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરીને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોધ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયની વિદાયની તૈયારીઓ શરૂ? એક્સટેન્શન નહીં મળે તેવી શક્યતા
સૂમસામ જગ્યાએ લઈ જઈ આચર્યું દુષ્કર્મ
સુરતના પાંડેસરામાં રહેતા પરિવારની દીકરી પર પાડોશીએ જ દુષ્કર્મ આચર્યું છે. ધોરણ 9માં ભણતી વિદ્યાર્થી પુસ્તક લેવા બહાર જઈ રહી હતી ત્યારે પાડોશમાં રહેતા યુવકે તેને લલચાવી, ફોસલાવીને બાઈક પર બેસાડી હતી, તે બાદ આ યુવક વિદ્યાર્થિનીને એક સૂમસામ જગ્યાએ લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં વિદ્યાર્થિનીને તેના ગુપ્ત ભાગમાં લોહી નીકળતાં આરોપી તેને કૈલાસ ચોકડી પર મુકીને નીકળી ગયો હતો. વિદ્યાર્થિની ઘરે આવી તો તેના કપડાં લોહીથી લથબથ જોઈ પરિવારે વિદ્યાર્થિનીને પૂછતાં દુષ્કર્મ થયું હોવાનું છુપાવીને માસિક આવ્યું હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો: વડોદરા: વર્ષો બાદ આજવા સરોવરમાં જૂન મહિનામાં જ પાણીની સપાટી 211 ફૂટ થી થોડી છેટે રહી
હોસ્પિટલમાં લઈ જતાં સામે આવી હકીકત
જે બાદ સારવાર માટે વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યા ડોક્ટરોએ વિદ્યાર્થિની પર દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો. જેથી પરિવારે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પૂછપરછ કરી તેમાં પાડોશી યુવકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ કર્યું હોવાનો ખુલાસો થયો હતો. જેથી પોલીસે પાડોશી યુવક હિમાંશુ યાદવ વિરુદ્ધ દુષ્કર્મ સહિત પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.









