ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયની વિદાયની તૈયારીઓ શરુ? એક્સટેન્શન નહીં મળે તેવી શક્યતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat DGP News: ગુજરાત પોલીસ વિભાગમાં આગામી સમયમાં મોટા ફેરફારોની અટકળો ચાલી રહી હતી. રાજ્યના સૌથી વરિષ્ઠ IPS અધિકારી અને વર્તમાન પોલીસ વડા (DGP) વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન મળી શકે છે તેવી અટકળો ચાલી રહી છે. તેવામાં પોલીસ વિભાગે તેમની વિદાયની તૈયારીઓ શરુ કરી દીધી છે ત્યારે એવું કહેવાઈ રહ્યું છે કે ડીજીપી વિકાસ સહાયને આ વખતે એક્સટેન્શન નહીં મળે.
હવે કોણ પ્રબળ દાવેદાર
આ બધા વચ્ચે, અમદાવાદના વર્તમાન પોલીસ કમિશ્નર જી. એસ. મલિકનું નામ નવા ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) પદ માટે મોખરે ચાલી રહ્યું છે. 1993 બેચના આ અનુભવી IPS અધિકારીએ અગાઉ બોર્ડર સિક્યુરિટી ફોર્સ(BSF)માં પણ મહત્ત્વપૂર્ણ કામગીરી બજાવી છે. અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા નોંધપાત્ર રહી છે, ખાસ કરીને રથયાત્રા જેવી મોટી ઘટનાઓ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું સફળ સંચાલન તેમના નેતૃત્વમાં થયું છે. વિકાસ સહાયની નિવૃત્તિ બાદ ગુજરાત પોલીસનું સુકાન કોણ સંભાળશે તે અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થવાની શક્યતા છે.










