Get The App

શિક્ષણ વિભાગે આખરે ભૂલ સુધારી: ધુળેટીના બદલે હવે આ તારીખે લેવાશે ધો.10-12 બોર્ડની પરીક્ષા

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
શિક્ષણ વિભાગે આખરે ભૂલ સુધારી: ધુળેટીના બદલે હવે આ તારીખે લેવાશે ધો.10-12 બોર્ડની પરીક્ષા 1 - image


Gujarat STD.10-12 Board Exam : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કર્યુ હતું. જેમાં 4 માર્ચના રોજ ધુળેટીની જાહેર રજા હોવા છતાં પેપરનું આયોજન કરાતા વાલી-વિદ્યાર્થી મૂંઝવણમાં મૂકાયા હતા. જોકે, આ મામલે શિક્ષણ બોર્ડે ભૂલ સુધારીને બોર્ડની પરીક્ષાની તારીખ બદલી હોવા અંગે પરિપત્ર જાહેર કર્યો છે.

શિક્ષણ વિભાગે આખરે ભૂલ સુધારી: ધુળેટીના બદલે હવે આ તારીખે લેવાશે ધો.10-12 બોર્ડની પરીક્ષા 2 - image

ધુળેટીના બદલે હવે આ તારીખે લેવાશે ધો.10-12 બોર્ડની પરીક્ષા

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત 11 નવેમ્બર, 2025ના રોજ ધોરણ 10(SSC) અને 12(HSC)ની મુખ્ય બોર્ડ પરીક્ષાના કાર્યક્રમ(ટાઇમ ટેબલ)ની જાહેરાત કરી હતી. બોર્ડના ટાઇમ ટેબલ મુજબ, 4 માર્ચ, 2026ના રોજ ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું નામાના મૂળતત્ત્વો, સાયન્સ પ્રવાહનું જીવ વિજ્ઞાનનું પેપરનું આયોજન કર્યું હતું. જેને લઈને શિક્ષણ બોર્ડે પોતાની ભૂલ સુધારીને નવી તારીખ જાહેર કરી છે. 

શિક્ષણ વિભાગે આખરે ભૂલ સુધારી: ધુળેટીના બદલે હવે આ તારીખે લેવાશે ધો.10-12 બોર્ડની પરીક્ષા 3 - image

વાલી અને વિદ્યાર્થીઓએ નોંધ લેવી

આમ ધુળેટીના 4 માર્ચના રોજ આયોજન કરાયેલા ધોરણ 10-12ની પરીક્ષાના પેપર માટે અન્ય તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં 4 માર્ચે આયોજન કરાયેલુ પેપર હવે વિદ્યાર્થીઓએ તેમના ધોરણ આધારે 16-17-18 માર્ચ, 2026ના રોજ આપવાનું થશે. આ મામલે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને વાલી અને વિદ્યાર્થીને નોંધ લેવા જણાવ્યું છે.

આ પણ વાંચો: VIDEO: ગોપાલ ઈટાલિયા માંડ માંડ બચ્યા, જામનગરમાં યુવકે વિસાવદરના ધારાસભ્ય પર ફેંક્યું જૂતું

હોળી-ધુળેટીની જાહેર રજાના દિવસે હતું પરીક્ષાનું આયોજન

જ્યારે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 27 નવેમ્બરના રોજ વર્ષ 2026ની સત્તાવાર જાહેર રજાઓની યાદી જાહેર કરાઈ હતી. જેમાં 4 માર્ચ, 2026ના રોજ હોળી-ધુળેટીની જાહેર રજા છે. જોકે, શિક્ષણ બોર્ડે જાહેર રજાના દિવસે પરીક્ષાનું આયોજન કરતાં શિક્ષણ બોર્ડનો અણઘડ વહીવટ કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ પછી શિક્ષણ બોર્ડે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે.

શિક્ષણ વિભાગે આખરે ભૂલ સુધારી: ધુળેટીના બદલે હવે આ તારીખે લેવાશે ધો.10-12 બોર્ડની પરીક્ષા 4 - image


Tags :