For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધાનેરામાં એક સમાજના બે જૂથો વચ્ચે જમીન મુદ્દે અથડામણ, 12 લોકો સામે ફરિયાદ

આઠ ઈજાગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

ગામમાં સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો

Updated: Sep 28th, 2023

ધાનેરામાં એક સમાજના બે જૂથો વચ્ચે જમીન મુદ્દે અથડામણ, 12 લોકો સામે ફરિયાદ

ધાનેરાઃ (Dhanera)બનાસકાંઠાના ધાનેરામાં જમીન મુદ્દે મોટો વિવાદ સામે આવ્યો છે. બે સમાજના પરિવારો વચ્ચે છુટા હાથની મારામારી થતાં આઠ લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનામાં 12 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. (Clash between two groups)હાલમાં ઘટના સ્થળે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.(complaint against 12 people) ધરણોધર ગામમાં થયેલા ધિંગાણાનો વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. 

ચાર મહિલાઓ અને ચાર પુરૂષોને ગંભીર ઈજા

પ્રાપ્ત માહિતી પ્રમાણે ધાનેરાના ધરણોધર ગામે જમીન બાબતે અગાઉ બે જૂથો વચ્ચે ઝગડો થાય તે પહેલાં પોલીસ દ્વારા બન્ને પક્ષે મામલો થાળે પાડ્યો હતો. પરંતુ ફરીથી આ મામલો ઉગ્ર બન્યો હતો અને બંને જૂથોના લોકો લાકડીઓ લઈને સામસામે આવી ગયા હતા. ગામમાં સમાજના બે પરિવારો વચ્ચે લોહિયાળ હૂમલો થતાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પોલીસનો કાફલો મામલો શાંત કરવા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. આ ઘટનામાં ચાર મહિલાઓ અને ચાર પુરૂષોને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ધાનેરાની સિવિલ હોસ્પિટલથી પાલનપુરની સિવિલમાં ખસેડવામાં આવ્યાં છે. 

સામસામે 12 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી

બીજી તરફ ગામમાં સ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. બંને જૂથો વચ્ચે થયેલી મારામારીના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, કેટલીક મહિલાઓ અને પુરુષો ધોકા લાકડીઓ લઇને એકબીજા પર હૂમલો કરે છે. બે જૂથ વચ્ચે ખુલ્લા હાથે મારામારીનો મામલે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. ધાનેરા પોલીસ સ્ટેશનમાં સામસામે 12 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


Gujarat