Gujarat

છોટા ઉદેપુર: બોડેલીથી ખંભાત રેતી ભરીને જતી ટ્રકને નડ્યો અકસ્માત, એકનું મોત, ટ્રકચાલક ગંભીર

By GS TEAM
18 Jun 20261 min read
TukuTouch Logo
છોટા ઉદેપુરના બોડેલીથી ખંભાત તરફ રેતી ભરીને જઈ રહેલી એક ટ્રક ગોલા ગામડી ચાર રસ્તા પાસે ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: બોડેલીથી ખંભાત રેતી ભરીને જતી ટ્રકને નડ્યો અકસ્માત, એકનું મોત, ટ્રકચાલક ગંભીર

Chhota Udepur News: છોટા ઉદેપુરના બોડેલીથી ખંભાત તરફ રેતી ભરીને જઈ રહેલી એક ટ્રક ગોલા ગામડી ચાર રસ્તા પાસે ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, અકસ્માતને પગલે ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ વળી જતાં તેમાં સવાર કંડક્ટર દિનેશ શનાભાઈ પરમાર(રહે. કણભા, બોરસદ) લોખંડના પતરા અને એન્જિન વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયા હતા. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. કેબિન આખી દબાઈ ગઈ હોવાથી આખરે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. સ્થાનિકો અને જેસીબીની મદદથી કંડક્ટરને બહાર કાઢવામાં આવ્યા હતા.

ટ્રકચાલકની હાલત નાજુક, 3 મજૂરોનો ચમત્કારિક બચાવ

આ દુર્ઘટનામાં ટ્રક ચાલક વિજય વિક્રમભાઈ પરમારને ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ટ્રકની પાછળના ભાગે બેઠેલા ત્રણ શ્રમિકોનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.