Gujarat

છોટા ઉદેપુર: રિસાઈને જતી રહેલી પત્નીના ઘરે જઈને જમાઈએ કુહાડી મારી સાસુની હત્યા કરી

By GS TEAM
16 Jun 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુર જિલ્લાના કેવડી ગામમાં કૌટુંબિક વિવાદે એક અત્યંત ગંભીર અને લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્રણ વર્ષથી પિયરમાં રહેતી પત્નીની અદાવત રાખીને જમાઈએ પોતાની જ સાસુ પર કુહાડી અને લાકડાના ધોકા વડે ઘાતકી હુમલો કરી તેમની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: રિસાઈને જતી રહેલી પત્નીના ઘરે જઈને જમાઈએ કુહાડી મારી સાસુની હત્યા કરી

Chhota Udepur Crime News: છોટા ઉદેપુર જિલ્લાના કેવડી ગામમાં કૌટુંબિક વિવાદે એક અત્યંત ગંભીર અને લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્રણ વર્ષથી પિયરમાં રહેતી પત્નીની અદાવત રાખીને જમાઈએ પોતાની જ સાસુ પર કુહાડી અને લાકડાના ધોકા વડે ઘાતકી હુમલો કરી તેમની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પત્ની 3 વર્ષથી પિયરમાં રહેતી હોવાથી રાખ્યું હતું મનદુઃખ

મળતી માહિતી અનુસાર, આરોપીની પત્ની છેલ્લા ત્રણ વર્ષથી પોતાના પિયરમાં રહેતી હતી. પત્ની પોતાની સાથે ન રહેતી હોવાને કારણે આરોપી લાંબા સમયથી સાસરી પક્ષના લોકો પર ભારે મનદુઃખ અને ગુસ્સો રાખીને બેઠો હતો. આ ક્રોધાવેશમાં આરોપીએ તમામ હદો પાર કરીને સાસરીમાં ધસી જવાનું નક્કી કર્યું હતું.

આરોપીએ સાસરીમાં પહોંચીને અચાનક જ પોતાની સાસુ પર કુહાડી અને લાકડાના ફટકા વડે હિંસક હુમલો કરી દીધો હતો. જેમાં સાસુને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ પણ આરોપીનો ગુસ્સો શાંત થયો ન હતો, તેણે ત્યાં હાજર પોતાની પત્ની તેમજ અન્યને પણ જાનથી મારી નાખવાની ધમકી આપીને  ફરાર થઈ ગયો હતો.

પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા

આ લોહિયાળ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને ફરાર આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.