ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓમાં દારૂ-તમાકુનું દૂષણ વધ્યું, વ્યસનની પેટર્ન બદલાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Changing Addiction Trends in Gujarat: ગુજરાતમાં નશાબંધી વચ્ચે પણ વ્યસનના આંકડા ચોંકાવનારા સામે આવ્યા છે. તાજેતરમાં બહાર આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) ના રિપોર્ટ અનુસાર, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓમાં દારૂ અને તમાકુના સેવનનું દૂષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. બીજી તરફ, સારી બાબત એ છે કે શહેરી વિસ્તારોમાં શિક્ષણ અને લોક જાગૃતતા વધવાને કારણે દારૂ અને તમાકુ પીનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં સત્તાવાર આંકડાઓ અનુસાર, રાજ્યમાં પુરુષોમાં તમાકુનું વ્યસન ખૂબ જ ઊંચું છે, જ્યારે મહિલાઓમાં દારૂનું સેવન ખૂબ જ સીમિત હોવા છતાં ગ્રામીણ સ્તરે ચિંતા ઊભી કરી રહ્યું છે.
રાજ્યમાં 38.4% પુરુષો અને 7% મહિલાઓ તમાકુના બંધાણી
અહેવાલો અનુસાર, ગુજરાતમાં 38.4 ટકા પુરુષો અને 7 ટકા મહિલાઓ તમાકુનું સેવન કરે છે. રાજ્યમાં 5.8 ટકા પુરુષો દારૂ પીવાની આદત ધરાવે છે, જ્યારે મહિલાઓમાં આ પ્રમાણ 0.03 ટકા છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોની જીવનશૈલી અને વ્યસનની પેટર્નમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. શહેરી વિસ્તારોમાં વ્યાપક પ્રચાર, આરોગ્ય પ્રત્યેની સભાનતા અને શિક્ષણના કારણે દારૂ તેમજ તમાકુના બંધાણીઓની સંખ્યા ઘટી છે. ખાસ કરીને શહેરોમાં દારૂનું સેવન કરતી મહિલાઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.

ગામડાઓમાં ચિંતાજનક ટ્રેન્ડ રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં શ્રમિક વર્ગ અને જાગૃતિના અભાવે મહિલાઓમાં તમાકુ, મસાલા, બીડી કે ગુટખા અને દારૂના દૂષણમાં વધારો થયો છે. જે સ્થાનિક પરિવારો અને આરોગ્ય તંત્ર માટે લાલબત્તી સમાન છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોના મતે, ગ્રામીણ મહિલાઓમાં વધતું વ્યસન માત્ર તેમના સ્વાસ્થ્યને જ નહીં, પણ આવનારી પેઢી (ગર્ભસ્થ શિશુ)ના આરોગ્યને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ગામડાઓમાં વ્યસનમુક્તિના વિશેષ અભિયાનો ચલાવવાની જરૂરિયાત ઊભી થઈ છે.








