Gujarat

વડોદરામાં સિગ્મા કોલેજ રોડ પર પાર્ક કરેલી કારનો કાચ તોડીને રોકડા દોડ લાખની ચોરી

By GS TEAM
2 Dec 20251 min read
TukuTouch Logo
બેગમાં રૂપિયા ઉપરાંત અન્ય અગત્યના દસ્તાવેજો પણ હતા

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં સિગ્મા કોલેજ રોડ પર પાર્ક કરેલી કારનો કાચ તોડીને રોકડા દોડ લાખની ચોરી

Vadodara : પંચમહાલ જિલ્લાના હાલોલમાં નીલકંઠ ઉપવન સોસાયટીમાં રહેતા વિજયપુરી કાંતિપુરી ગોસ્વામી શિવરાજપુર બાયપાસ પાસે ગીરીરાજ એગ્રો નામની ઓફિસ ચલાવે છે. ગત સાતમી તારીખે તેઓ પત્ની સાથે કાર લઈને વડોદરામાં આજવા રોડના સિગ્મા કોલેજ રોડ પર રેવા લેકેન્ડમાં મિત્ર રાજેશ અંબાલાલ પટેલના ઘરે વાસ્તુ પ્રસંગે આવ્યા હતા. સાંજે 07:00 વાગે તેમણે હનુમાનપુરા તળાવની સામે સિગ્મા કોલેજ રોડ પર ગાડી પાર્ક કરી હતી અને મિત્રના ઘરે ગયા હતા. સવા આઠે પરત આવ્યા ત્યારે તેમના ગાડીનો પાછળની સાઈડનો કાચ તૂટેલો હતો અને ગાડીમાં સીટની નીચે મૂકેલી બેગ ગુમ હતી. જે બેગમાં રોકડા દોઢ લાખ તથા અન્ય દસ્તાવેજો હતા. જે અંગે તેમણે શરૂઆતમાં અરજી આપી હતી. પરંતુ બેગ નહીં મળી આવતા છેવટે ફરિયાદ નોંધાવી છે.