Get The App

સિટિ પોલીસ સ્ટેશનમાં મારામારી કરતા ચાર સામે ગુનો દાખલ

સામસામે ફરિયાદ લખાવવા આવેલા ફરિયાદીઓ અને તેઓના સાગરીતો અંદરોઅંદર બાખડયા

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
સિટિ પોલીસ સ્ટેશનમાં મારામારી કરતા ચાર સામે ગુનો દાખલ 1 - image

વડોદરા,સિટિ પોલીસ સ્ટેશનમાં જ બૂમો પાડી જાહેરમાં મારામારી કરતા ચાર આરોપીઓ સામે  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાણીગેટ ભદ્રકચેરી ચાબુક સવાર મહોલ્લામાં રહેતા ઝાકીરહુસેન આબીદહુસેન કાદરી તથા અન્ય એક વ્યક્તિ ઉત્તરાયણની રાત્રે સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા માટે આવ્યા હતા. તે સમયે જ અન્ય એક ઇસ્માઇલ ઉર્ફે ભૂરીયો ઇબ્રાહિમભાઇ સુંઢીયાવાલા પણ તેની સાથે અન્ય એક વ્યક્તિને લઇને ફરિયાદ લખાવવા માટે આવ્યા હતા. બંનેની  ફરિયાદ લખવાની કાર્યવાહી ચાલુ હતી.તે દરમિયાન ઝાકીરહુસેન અને ઇસ્માઇલ સાથે આવેલી વ્યક્તિઓ સિટિ પોલીસ સ્ટેશનના મુખ્ય દરવાજાની સામે જ ઝપાઝપી કરવા લાગ્યા હતા. બંને ફરિયાદીઓ પણ તેઓની સાથે મળીને બૂમો પાડીને સામસામે  ઝપાઝપી કરવા લાગ્યા હતા. સિટિ પોલીસ સ્ટેશનના સ્ટાફે દોડી જઇતેઓેને છૂટા  પાડયા હતા. પોલીસ સ્ટેશનમાં જ મારામારી કરતા (૧) ઝાકીરહુસેન (૨) ઇસ્માઇલ (૩) રીયાઝ ઉસ્માનભાઇ ઇલાયચીવાલા (રહે. ઉત્તમચંદ ઝવેરીની પોળ, માંડવી  પાણીગેટ રોડ) તથા (૪) મુનાફ વાહીદહુસેન કાદરી (રહે. છીપવાડ) ની સામે પોલીસે બખેડાનો ગુનો દાખલ કર્યો છે.