Get The App

પરિણીતાના પતિને ધમકી આપતા ફાઇનાન્સર સામે ગુનો દાખલ

ચાર વર્ષ અગાઉ પરિણીતા અને ફાઇનાન્સર સંપર્કમાં આવ્યા હતા

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
પરિણીતાના પતિને ધમકી આપતા ફાઇનાન્સર સામે ગુનો દાખલ 1 - image

 વડોદરા,વડોદરાની પરિણીતા સાથે વાત કરતા સુરતના ફાઇનાન્સરે વડોદરા આવી  પરિણીતાના પતિને ધમકી આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

 ૩૯ વર્ષની પરિણીતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ ડ્રાઇવિંગ કરે છે. ચાર વર્ષ અગાઉ હું ઘરેથી ૧૦  હજારથી ૧ લાખ સુધીની લોન અપાવવાનું કામ કરતી હતી. વર્ષ - ૨૦૨૧ માં લોનના કામથી મારે ફાઇનાન્સનું કામ કરતા સંજય મનુભાઇ પાનસુરીયા (રહે. સગુન ફ્લેટ, બાપા સીતારામ ચોક, કામરેજ, સુરત) નો  સંપર્ક થયો હતો. ત્યારબાદ અમે કામ માટે અવારનવાર મળતા હતા.તેની જાણ સંજયભાઇના  પત્નીને થતા તેમણે મારા પતિ સાથે વાત કરી હતી. ગઇકાલે સવારે સંજયભાઇએ મારા પતિને કોલ કરીને ગાળો બોલી કહેતા હતા કે, હું માંજલપુર આવી ગયો છું. તારા ઘરની બહાર મહાદેવનું મંદિર છે ત્યાં બેઠો છું. હિંમત  હોય તો બહાર આવ. આ અંગે માંજલપુર  પોલીસે  ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.