For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જોટાણામાં કોંગ્રેસના નેતાના ઘરમાં થયેલી લૂંટનો મામલો,ગામનું માર્કેટ આજે સ્વયંભૂ સજ્જડ બંધ

આ બહુચર્ચિત લૂંટ કેસમાં લૂંટારાઓને પકડવામાં નિષ્ફળ પોલીસ સામે વેપારીઓ રોષે ભરાયા

આરોપીઓ નહીં પકડાય તો ગામમાં આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારાઈ

Updated: Oct 2nd, 2023

જોટાણામાં કોંગ્રેસના નેતાના ઘરમાં થયેલી લૂંટનો મામલો,ગામનું માર્કેટ આજે સ્વયંભૂ સજ્જડ બંધ

મહેસાણાઃ (Jotana) તાજેતરમાં જ મહેલાણા જિલ્લાના કડી તાલુકાના જોટાણા ગામે કોંગ્રેસના નેતાના ઘરમાં લૂંટારૂઓ ત્રાટક્યા હતાં અને પરિવારની મહિલાઓને બંધક બનાવીને લાખો રૂપિયા અને 80 તોલા સોનાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતાં.(jotana robbery case)આ ઘટનાને એક સપ્તાહ થયું હોવા છતાં પોલીસ લૂંટારાઓને પકડવામાં સફળ થઈ નથી. (Bandh in Jotana)આ ઘટનાને પગલે ગ્રામજનો રોષે ભરાયાં છે અને આજે સમગ્ર જોટાણાનું બજાર બંધ રાખવા નિર્ણય કર્યો હતો જેને પગલે આજે બજાર સ્વયંભૂ બંધ જોવા મળ્યું હતું. (Jotana Market Close)હવે ગ્રામજનો દ્વારા ગામમાં આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 

જોટાણામાં પોલીસ પોઈન્ટની કોઈ વ્યવસ્થા નથી

જોટાણા ગામમાં કોંગ્રેસના મહિલા તાલુકા ડેલિગેટના ઘરમાં ઘૂસીને લૂંટ કરનાર ટોળકીને પકડવા પોલીસે ટીમો સક્રિય કરી નાંખી છે. ચાર દિવસ પહેલાં જ ગ્રામ જનોએ લૂંટારાઓને પકડવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. એ સમયે ગ્રામજનોએ ગામમાં સંપૂર્ણ બંધના એલાનની પણ ચીમકી ઉચ્ચારી હતી. આજે બંધ પાળનાર વેપારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે, જોટાણામાં મોટું માર્કેટ છે અને પોલીસ ચોકીની કોઈ વ્યવસ્થા નથી. અહીં અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય છે. જેથી પોલીસ પોઈન્ટ નહીં હોવાના કારણે ગ્રામજનો પરેશાન છે. 


Gujarat