Gujarat
જામનગરમાં કે.વી રોડ પર કાચની ખરીદી કરવા માટે આવેલા વેપારીનું માત્ર 15 મિનિટમાં બાઈક ચોરાયું
By GS TEAM
7 Mar 20261 min read
જામનગરમાં માર્કેટમાં ખરીદી આવેલા વેપારીનું બાઈક ચોરી થતાં પોલીસે સીસીટીવી તપાસને શોધખોળ હાથ ધરી
Summarized by AI; it may make mistakes. Check important info
જામનગરમાં માર્કેટમાં ખરીદી આવેલા વેપારીનું બાઈક ચોરી થતાં પોલીસે સીસીટીવી તપાસને શોધખોળ હાથ ધરી
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Bike Theft : જામનગર નજીક દડીયા ગામમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં દુકાન ચલાવતા વેપારી દીપેશભાઈ ચંદુલાલ લખીયર કે જેઓ ગત બીજી તારીખે પોતાનું બાઈક લઈને કાશી વિશ્વનાથ રોડ પર એક કાચના વિક્ર્તાને ત્યાં ખરીદી કરવા માટે આવ્યા હતા, અને પોતાનું મોટરસાયકલ દુકાનની બહાર પાર્ક કરીને રાખ્યું હતું.
જેવો 15 મિનિટ બાદ ખરીદી કરીને બહાર નીકળતાં તેઓનું બાઈક ચોરી થઈ ગયું હતું, આ બનાવ અંગે દીપેશભાઈ લખીયારે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરને શોધવા માટેની કવાયત શરૂ કરી છે.